સોમનાથ રામમંદિર ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો 'કિશોરી મેળો'* - *કિશોરીઓને અપાયું વિવિધ - At This Time

સોમનાથ રામમંદિર ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો ‘કિશોરી મેળો’* —————- *કિશોરીઓને અપાયું વિવિધ


*"સશકત કિશોરી, સુપોષિત ગુજરાત"*

*સોમનાથ રામમંદિર ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો 'કિશોરી મેળો'*
----------------
*કિશોરીઓને અપાયું વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, કાયદાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન*
---------------
*જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને આઈ.સી.ડી.એસ. શાખાના ઉપક્રમે યોજાયો કિશોરી મેળો*
---------------
ગીર સોમનાથ, તા.૧૩: ગીર સોમનાથના રામમંદિર ઑડિટોરિયમ હૉલ ખાતે "આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ"ની ઉજવણી અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને આઈ.સી.ડી.એસ. શાખાના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને 'પૂર્ણા યોજના' હેઠળ 'સશકત કિશોરી, સુપોષિત ગુજરાત' થીમ આધારિત જિલ્લાકક્ષાનો 'કિશોરી મેળો' યોજાયો હતો.
આ કિશોરી મેળામાં સીડીપીઓશ્રી લીનાબહેન મકવાણાએ પૂર્ણા યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી આર.એમ.જીંજાલાએ મહિલા કલ્યાણ હસ્તક બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની વિસ્તૃત સમજણ આપી હતી. ઉપરાંત મેડીકલ ઓફિસરશ્રી કણસાગરાએ કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ તેમજ એનિમિયાના નિરાકરણ માટે લેવાના થતા પગલાઓ વિશે જાણકારી આપી હતી. જ્યારે પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમ તેમજ ગુડ ટચ બેડ ટચ વિશે અને સ્વ બચાવની તાલિમ તેમજ તેનું મહત્વ સમજાવાયું હતું.
કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, સરકારી બેંક અને પોસ્ટ ઓફીસ, શ્રમ અને રોજગાર વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના જુદી જુદી કચેરીઓના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં યોજનાકીય માહિતી તથા પેમ્પ્લેટ વિતરિત કરવામાં આવ્યા હતા તેમજ મિલેટ્સમાંથી બનાવેલી જુદી જુદી વાનગીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ "બેટી બચાઓ બેટી પઢાઓ" પ્રતિજ્ઞા અને સિગ્નેચર ડ્રાઈવનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હિમોગ્લોબીન, બી.એમ.આઈ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂર જણાયે સારવાર તથા આર્યનની ગોળીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી પલ્લવીબહેન જયદેવભાઈ જાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયાબહેન ઝાલા, કારોબારી ચેરમેન તાલુકા અને નગર પાલિકાના અન્ય પદાધિકારીઓ, તાલુકાના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પ્રિયંકા પરમાર, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી હીરાબહેન રાજશાખા, શિક્ષણ વિભાગ, ૧૮૧ મહિલા અભયમ ટીમ સંબંધિત વિભાગના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો તથા ૩૫૦થી વધુ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.