સોફ્ટવેરમાં સમસ્યાથી પંચાયત વિભાગના કર્મીઓના પગાર ઠપ
ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના હજ્જારો કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પગાર નિયમિત નહીં થવાની સમસ્યાથી પરેશાન હોવાથી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. પ્રાઇસા નામનું સોફ્ટવેર સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ જિલ્લામાં ઓફલાઇન પગાર કરવા માટે કર્મચારીઓ દ્વારા માગણી કરાઇ છે. રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા પંચાયત વિભાગના મુખ્ય સચિવ અને વિકાસ કમિશનરને લેખિત રજૂઆત કરાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.