બ્રોકરે મકાન બારોબાર વેચી છેતરપિંડી આચરી - At This Time

બ્રોકરે મકાન બારોબાર વેચી છેતરપિંડી આચરી


ગાંધીનગર સેક્ટર -20 અક્ષરધામ હરિ મંદિર ખાતે રહેતા 54 વર્ષીય લક્ષ્મીલાલ ભુરીલાલજી પાલીવાલ કેટરીંગનો ધંધો કરે છે અને હાલમાં અક્ષરધામ મંદીર ખાતે લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. જુન - 2021 માં તેમણે ગાંધીનગરમાં મકાન ખરીદવાનું હોવાથી કેયૂર મેર નામના બ્રોકર મારફતે સેકટર - 30, ગુજરાત હાઉસીંગ બોર્ડ HIG. સ્ક્રિમ હેઠળ બાંધવામાં આવેલ સર્વોદય નગરમાં મ. નં. 33 જોયું હતું. 10. 26 લાખની લઈ મકાન માલિકે અન્યને મકાન વેચી મારી હાથ અધ્ધર કરી લીધા હતા. જેથી સેક્ટર - 21 પોલીસ મથકના છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.