સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું અને સ્ટોલ ધારકોનો ઉત્સાહ વધાર્યો.
"વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર" કાર્યક્રમ અંતર્ગત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વન અને પર્યાવરણ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ ઉત્પાદનો અંગેના અલગ અલગ પ્રકારના કુલ 40 જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા છે જેમાં ઉદ્યોગોને લગતા 15, નેચરલ પ્રોડક્ટના 3, પટોળા, ટાંગલીયા શાલ, મધ, શેમ્પૂ જેવી વન ડીસ્ટ્રીક વન પ્રોડક્ટના 10, સિરામિક રમકડા, સીરામીક બોટલ, બરણી, માર્બલ, સ્ટોન, હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ વસ્તુઓના 7, અલગ અલગ સરકારી વિભાગોના 5 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ સ્ટોલધારકો પાસેથી વિવિધ ઉત્પાદનો અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં તેમણે સ્ટોલશધારકોની મહેનતને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, હિતેન્દ્રસિંહ ચૌહાણ,શંકરભાઈ વેગડ, કમાભાઈ રાઠોડ, જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકર, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, આઈ.એ.એસ હિરેન બારોટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી.પારેજીયા, ઉદ્યોગ અગ્રણી કિશોરસિંહ ઝાલા, વૈભવ ચોકસી, મયુરભાઈ ત્રિવેદી, સુમિત પટેલ, સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.