બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા મહીસાગર જીલ્લામાં મહિલાઓ માટે કૌશલ્યુ વર્ધન તાલીમ કાર્યક્રમો શરુ કર્યા
બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા બાલાસિનોર તાલુકાના પરિબયા ગામે સખી મંડળની ૩૫ બહેનોને આત્મનિર્ભર થવા માટે મિણબત્તી બનાવવાની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી.આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામક શ્રી વિશાલ અગ્રવાલ, અને તાલુકામાંથી ટી.એલ.એમ હિનાબેન તથા ક્લસ્ટર કો-ઓર્ડિનેટર તરૂણભાઇ અને સંસ્થાન ફેકલ્ટી જયાબેન તાલીમનુ ઉદ્ગાટ્ન કરીને પોતાના પગ પર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એમાટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ માટે જેમાં CCTV Camera, Photography and videography, Computer Accounting નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ ટુક સમયમાં શરુ થવાની હોવાથી રજીસ્ટ્રેશન પણ શરુ કરવામા આવ્યા છે અને જે કોઇ ઇચ્છુક ઉમેદવારે લુણાવાડા ખાતે ચાર કોસીયા નાકા, મોડાસા રોડ પર સંસ્થાનો સમ્પર્ક કરવો. તેમ સંસ્થાના નિયામક શ્રી વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.