બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો - At This Time

બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો


બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો.

બગસરા બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો. બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે તથા રેટીયા બારસ અંતગર્ત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન લાલચંદ કાકા ના બાળ મંદિર મા કરવામાં આવેલ. તેમાં બાળ મંદિર, શિશુકુજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા, પન્ના પ્રદિપ બાળ સંસ્કાર કેન્દ્ર ,સ્લમ વિસ્તાર માં ચાલતાં બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો તથા જનતા કન્યા વિદ્યાલય ની દિકરીઓ એ વિવિધ ૨૮ કુતિઓ રજૂ કરી, સંસ્થા નો સ્થાપના દિવસ ની ઉજવણી કરેલ. બાળકો મા રહેલી કલા કૌશલ્ય શક્તિ ને વિકસવા માટે, આવા કાર્યક્રમો ખૂબજ ઉપયોગી બની શકે છે, તેમ ઉપસ્થિત સૌએ જણાવેલ. સંસ્થા એ વિચરતી અને વિમુક્ત જાતિ ના, શાળા વંચિત બાળકો ને અભ્યાસ કરતા કરી, એક વિકસીત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરી રહેલ છે તેથી આ બાળકો ને પોતાનું બાળપણ માણવાનું વાતાવરણ મળી રહેલ છે તેને સૌ એ બીરદાવેલ. આજના સાંસ્કૃતિક કાર્યક્રમ ની સાથે જ સંસ્થા ના નિષ્ઠાવાન કાર્યકર શ્રીમતી દમયંતી બેન અમુભાઈ માંડલિયા ને શ્રી લીલાબેન શાહ શ્રેષ્ઠ કાર્યકર એવોર્ડ પણ અર્પણ કરવામાં આવેલ, સંસ્થા ના કાર્યકરો ની મહેનત ને કારણે અને બગસરા ના નગરજનો ના સહકાર ને કારણે રેટીયા બારસ નો કાર્યક્રમ યાદગાર બની શકેલ . કાર્યક્રમ નું એન્કરીગ નંદલાલભાઈ બામટા એ કરેલ તેમ એક અખબારી યાદીમાં જણાવેલ છે. દેવચંદ સાવલિયા બાળ કેળવણી મંદીર બગસરા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.