મારી માટી મારો દેશ’ અંતર્ગત ‘અમૃત કળશ’ યાત્રા ——— તાલાલા તાલુકાનાં બોરવાવ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને
‘મારી માટી મારો દેશ’ અંતર્ગત ‘અમૃત કળશ’ યાત્રા
---------
તાલાલા તાલુકાનાં બોરવાવ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમૃત કળશ યાત્રા યોજાઈ
---------
એકત્ર કરેલ માટીને અમૃત કળશમાં ભરીને દિલ્હી લઈ જવાશે રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં 'અમૃત વન' તૈયાર કરાશે
---------
ગીર સોમનાથ.તા.૧૨: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉમળકાભેર 'મારી માટી મારો દેશ' કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તા. ૦૬ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધી મારી માટી-મારો દેશ, અમૃત કળશ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દેશભક્તિના આ મહાપર્વમાં દેશભરમાંથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. જેના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલાલા તાલુકાના બોરવાવ પ્રાથમિક શાળાખાતેથી 'અમૃત કળશ' યાત્રા યોજાઈ હતી.
નાયબ મુખ્ય દંડકશ્રીએ કર્તવ્યપથ પર નિર્માણ થનાર અમૃત વાટીકા વિશે જણાવતા કહ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે લડનાર શહીદોનો મારી માટી મારો દેશ કાર્યક્રમથી શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 'ભારત માતા કી જય' , 'મારી માટી મારો દેશ'ના જયઘોષ સાથે બોરવાવના ગ્રામજનો સાથે નાયબ મુખ્ય દંડકશ્રીએ ગ્રામજનો પાસેથી અક્ષત અને માટી એકત્ર કરી અને કુંભમાં એકઠાં કર્યા હતા. આગામી દિવસોમાં પણ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં 'અમૃત કળશ' યાત્રા યોજાતી રહેશે.
'અમૃત કળશ' યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને 'અમૃત કળશ'માં ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં 'અમૃત વન' તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં
આવશે.
આ ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા, બોરવાવ સરપંચ શ્રી ભરતભાઈ, અગ્રણી સર્વ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, શ્રી મનસુખભાઈ ડોબરીયા, શ્રીપોપટભાઈ પાઘડાળ, શ્રી પ્રવિણભાઈ વાદી, શ્રી રાણાભાઈ કોડીયાતર, શ્રીજમનભાઈ રાખોલીયા,શ્રી પ્રકાશભાઇ ,શ્રી વિમલ વાડોદરીયા સહિતના હોદ્દેદારો સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.