બાલાસિનોરમાં સેવા સપ્તાહનો 2626 પ્રજાજનોએ લાભ લીધો
બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબરના રોજ શરૂ થયેલ સેવા સપ્તાહની પૂર્ણાહતી તારીખ ૮ ઓક્ટોબરના રોજ લાયન્સ હોલમાં ડિસ્ટ્રીક ગવર્નર લા,વિજયભાઈ ઉમટની ઉપસ્થિતિમાં થઈ હતી. સેવા સપ્તાહનો પ્રારંભ બીજી ઓક્ટોબ૨ના રોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતર આંટી પહેરાવી કરવામાં આવ્યો હતો, જેમાં જરૂરિયાતમંદ ગરીબ બહેનોને રેશનકીટનું વિતરણ VDG1
લા.મનોજભાઈ પરમાર અને ઝોન ચેરમેન લા.ધ્રુવેશભાઇ પારેખે કર્યું હતું, ડો. ભરતભાઈ ખાંટની સાગર સર્જીકલ હૉસ્પિટલમાં જનરલ સર્જરી નિદાન કેમ્પમાં ૫૧ દર્દીઓ લાભ લીધો હતો. નગરપાલિકા અને અંધજન મંડળ નડિયાદના સહયોગથી સફાઈકામદારોના નેત્ર નિદાન કેમ્પમાં ૩૧૦ વ્યક્તિઓના નેત્ર નિદાન કરી ૨૫૦ વ્યક્તિઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને ડો ભક્તિબેન શાહ દ્વારા સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.