હળવદના નવા વેગળવાવ ગામે માઇનોર કેનાલ લીકેજ થતા મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન
તંત્રના પાપે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો
આ બનાવ અંગેની ખેડૂત પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ ના બુટવડા ની સીમમાંથી પસાર થતી થતી D 17 કેનાલ રાજેશભાઈ સોનગરા ની જમીન માંથી પસાર થાય છે જેનું કામ 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું હલકી ગુણવત્તાવાળું કામ કરાતા ખેડૂતના ખેતરમાં પાણી લીકેજ થાય છે જેના લીધે અત્યારે ખેડૂતની પાંચ વીઘા ની મગફળી અને પાંચ વીઘા ના કપાસ ના પાકમાં પાણી ભરાઈ ગયું હતું. અને મગફળી અત્યારે ઉપાડીને પાથરા કરેલા હતા જેમાં પાણી ભરાઈ જતા ખેડૂતને મોટી નુકસાની વેચવાનો વારો આવ્યો છે અને પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. માટે કેનાલ નું વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી ખેડૂતની માંગ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ના ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.