ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ,ધાર્મિક સ્થળો સહિતના વિવિધ સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી - At This Time

ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ,ધાર્મિક સ્થળો સહિતના વિવિધ સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી


ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ,ધાર્મિક સ્થળો સહિતના વિવિધ સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનના અસરકારક અમલીકરણ માટે ટીમ બોટાદ સજ્જ બની છે.બોટાદના ગઢડા નગરપાલિકાના ચીફઓફીસર પ્રેરકભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ,મામલતદાર કચેરી,પોલીસ સ્ટેશન,ધાર્મિક સ્થળો તથા આંતરિક શેરીઓમાં ઝુંબેશના સ્વરૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગઢડા નગરપાલિકાના ચીફ ઓફીસર પ્રેરકભાઇ પટેલે નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે,સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે આપણે સહુ નગરજનોએ કચરો કચરા પેટી અથવા નગરપાલિકાના જે વાહનો નિયત કરવામાં આવ્યાં છે.તેમાં જ નાખવા,આપણે સહુ સાથે મળીએ સ્વચ્છતા હી સેવા અભિયાનને સાચા અર્થમાં સાકાર કરીએ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.