શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં કરી નવતર પહેલ
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ગુજરાતમાં કરી નવતર પહેલ
મુખ્ય મંત્રીશ્રીના પ્રસ્તુત વિચારબિજને કેન્દ્રમાં રાખી નારી શક્તિનો આદર કરી, સુસંસ્કૃત અને તંદુરસ્ત સમાજની રચનામાં નારીશક્તિની અમૂલ્ય ભાગીદારીના મહત્ત્વને સમજીને, મહિલા સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ ગુજરાતે સમ્રગ સમાજની નારીશક્તિને સામર્થ્યવાન બનાવવા, પહેલીવાર દસ વર્ષ પૂર્વે ૨૦૦૨માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્ત્વ હેઠળ રાજય સરકારે મહિલા અને બાળ વિકાસનો સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો, જેના સુફ્ળ આજે આપણે જોઈ રહ્યા છીએ. સશકત નારી તંદુરસ્ત સમાજનુ પ્રતિબિંબ છે, ત્યારે મહિલાઓનાં સર્વગ્રાહી વિકાસ માટે રાજય સરકારે નારી ગૌરવનીતિ પણ અમલમાં મુકી નારીશક્તિનું ગૌરવ વધાર્યું છે. સમાજ અને ગૃહજીવનમાં મહિલાઓનાં બંધારણીય હક્કો, સલામતી અને સુરક્ષા માટે રાજય સરકારે મહિલા આયોગની રચના કરી છે. ગુજરાત સરકારે મહિલા સશકિતકરણનાં મહાયજ્ઞમાં પોષણ, શિક્ષણ, આર્થિક અને સામાજિક વિકાસ, મહિલા સુરક્ષા, કિશોરીઓમાં કુપોષણ મુકિત, ચિરંજીવી યોજના અને કન્યા કેળવણીને અગ્રતા આપી છે. કુપોષણ સામે જંગ માંડીને રાજય સરકારે આંગણવાડીની બહેનો દ્વારા ગરીબ સગર્ભા માતાઓ અને નાના ભૂલકાઓ તેમજ કિશોરીઓને પોષણક્ષમ આહાર વિના મૂલ્યે આપવાનું અભિયાન ઉપાડ્યું છે. રાજય સરકારનાં સ્તુત્ય પગલાંઓનાં કારણે સગર્ભા માતા અને નવજાત શિશુઓનાં મૃત્યુનાં આંકમાં ઘટાડો થયો છે. જેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે.
ગુજરાતના સમ્રગ સમાજની નારીશકિતના સશકિતકરણ સાથે આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે સામર્થ્યવાન બનાવવા રાજયમાં પહેલીવાર અલાયદા મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના. રાજયના વિકાસમાં મહિલાઓ પણ સમાન ભાગીદાર બને, મહિલાઓનું સશકિતકરણ થાય અને આત્મસન્માન સાથે સ્વાવલંબી બને તે માટે નારી ગૌરવનીતિ ઘડનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજય. રાજયની મહિલાઓને રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમ સાથે આર્થિક સહાય પુરી પાડવા મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના.
રાજય સરકાર દ્વારા મહિલાઓના જન્મથી લઇને મૃત્યુ સુધી સહાયરૂપ થવા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી.
સમાજમાંથી સામાજિક અને આર્થિક વિસંગતતાઓ દૂર કરવા રાજય સરકાર દ્વારા સમૂહ લગ્ન અને આંતરજ્ઞાતિય લગ્ન જેવી યોજનાઓનો અમલ.
મહિલાઓને તાત્કાલિક સલાહ આપવા માટે ટોલ ફ્રી ફોન નંબરની વ્યવસ્થા સાથે મહિલાઓને માહિતગાર કરવા માટે વિવિધ કલ્યાણકારી કેન્દ્રો કાર્યરત.
રાજય સરકારની મહિલાઓની સાથે બાળકોની સારસંભાળ લેવાની વિસ્તૃત યોજના : જેમાં બાળકનાં જન્મથી લઈ ૬ વર્ષ સુધીની તમામ જવાબદારી સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે.
બાળકો, કિશોરી તેમજ સગર્ભા અને ધાત્રી મહિલાઓના પોષણ અને આરોગ્ય સુધાર માટે ગ્રામ્ય સ્તરે દર માસે મમતા દિવસની ઉજવણી : ૧૩,૩૦ લાખ મમતા દિવસની ઉજવણી અંતર્ગત ૧૩૫.૪૮ લાખ બાળકો, ૧૧૧.૩૫ લાખ કિશોરીઓ તેમજ ૫૨.૯૨ લાખ સગર્ભા અને ૪૨.૭૫ લાખ ધાત્રી મહિલાઓને લાભ.
મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવતી મિશન મંગલમ્ યોજનામાં ૨.૫ લાખ સખી મંડળોની ૨૬ લાખ મહિલા સભ્યોને રૂ. ૧૬૦૦ કરોડનો કારોબાર સોંપાયો.
હવે અમારે ગરીબ રહેવું નથી એવા દરિદ્રનારાયણના સંકલ્પને સાકાર કરવા રાજય સરકારે શરૂ કર્યા ગરીબ કલ્યાણ મેળા : કુલ ૯.૫૫ લાખ મહિલા લાભાર્થીઓને વિવિધ આર્થિક સહાય : ગરીબ કલ્યાણ મેળાઓમાં વચેટિયાઓની નાબૂદી.
મિલકતનો અધિકાર : ૧૧૭૩ લાખ જેટલા મિલકત દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા, રૂ।. ૪૧૪ કરોડ જેટલી રકમની નોંધણી ફીની રાહત
૧,૨૩ લાખ વિધવાઓને માસિક રૂા.૫૦૦ વિધવા પેન્શન સહાય, વિધવાઓના આર્થિક પુનઃવસન માટે ૫૬૩૫૭ વિધવાઓને તાલીમ
ઇન્દીરા આવાસ યોજના અંતર્ગત ૧.૪૦ લાખ મકાનો મહિલાઓના તેમજ ૩૦૮૫૦ મકાનો પતિ-પત્નીના સંયુકત નામે.
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને ૧૪૧૮૨૨ પ્લોટની ફાળવણી, કુલ ૬૮૬૫૪ સનદ પતિ-પત્નીના સંયુક્ત નામે.
તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૩૦% આરક્ષણ, વયમર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ.
૧૭૭૯૦ પાણી સમિતિઓમાં ૭૨૫૮૨થી વધુ મહિલાઓને સભ્યપદ.
૨૧૧૯ મહિલા દૂધ મંડળીઓ કાર્યરત, ૬૪૨૨૦૮ મહિલા સભ્યો દ્વારા સફળ સંચાલન.
૩૨૦૫ સહભાગી વન વ્યવસ્થાપન મંડળીની સ્થાપના, ૪.૯૩ લાખ મહિલાઓ સભ્ય.
સમ્રગ દેશમાં પ્રથમ એવી ગુજરાતે શરૂ કરેલી ચિરંજીવી યોજનાના કારણે દવાખાનાઓમાં વિના મૂલ્યે પ્રસૂતિ સારવાર : ૮.૩૪ લાખ મહિલાઓને સલામત પ્રસૂતિ અને નવજાત શિશુને મળી આરોગ્ય સેવા. રાજયના અંતરિયાળ વિસ્તારમાં પણ ઝડપી અને આકસ્મિક તબીબી સેવાઓ મળી રહે તે માટે ૫૧૮ એમ્બ્યુલન્સ વાન કાર્યરત, ૯.૧૯ લાખ પ્રસુતિ સંબંધી સારવાર તેમજ ૨૪૨૪૦ પ્રસુતિ ૧૦૮ વાનમાં. • કુપોષણ સામેની લડાઇમાં સમાજની ભાગીદારી : ૫૦૨૨૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા ૭.૫૨ લાખ સગર્ભા અને ધાત્રી મહિલાઓ, ૧૨.૦૫ લાખ કિશોરીઓ તેમજ ૩૦.૧૭ લાખ બાળકોને પૂરક પોષણ, ૪.૭૫ લાખ કિશોરીઓને કિશોરીશકિત યોજના અંતર્ગત પૂરક પોષણ.
માતૃત્વ શક્તિનું યોગદાન : માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવાના સઘન પગલાંરૂપે ચિરંજીવી યોજના, ઇ-મમતા અને માતૃવંદના જેવી કલ્યાણકારી યોજનાઓ કાર્યરત : વર્ષ ૨૦૦૧માં માતા મૃત્યુ દર પ્રતિ ૧ લાખ જીવિત જન્મે ૨૦૨ હતો તે ઘટી ૧૪૮ થયો.
નારી ગૌરવ નીતિ : સમ્રગ દેશમાં માત્ર ગુજરાતમાં ૩૫ નારી અદાલત કાર્યરત.
મહિલાઓની માટે ૨૫ મહિલા પોલીસ સ્ટેશન, ૮ મહિલા સેલ કાર્યરત.સુરક્ષા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનું સફળ અમલીકરણ : કન્યાઓનો શાળા પ્રવેશ દર ૧૦૦%, રાજયના મહિલા સાક્ષરતા દરમાં ૧૨.૯૩%નો સુધારો ગ્રામિણ કન્યાઓને અભ્યાસ માટે આવવા-જવાની વિના મૂલ્યે એસ.ટી. બસની સુવિધા. રાજયમાં ૧૮ મહિલા આઇ.ટી.આઇ. અને ૪૪ મહિલાનિંગ કાર્યરત.
૩૦૦ કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રો દ્વારા ૯૦૧૯૭ મહિલાઓને વ્યવસાયીક તાલીમ. દીકરી-દીકરાનો ભેદભાવ નહીં : દીકરી જન્મદર વધારવા બેટી બચાવો જન અભિયાન.
દીકરીને શિક્ષિત બનાવવાનો સંકલ્પ : મુખ્ય મંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા ૫૦,૦૦૦ કન્યાઓને રૂ. ૨૦ કરોડની સહાય. કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ૧૧,૮૫૦૦૦ કન્યાઓને રૂ. ૧૧૮ કરોડના વિધાલક્ષ્મી બોન્ડ એનાયત.
જાહેર વહીવટમાં પંચાયતી રાજ : ૩૬૨ મહિલા સમરસ ગ્રામ પંચાયતમાં ગ્રામિણ વિકાસનું નેતૃત્વ. સ્થાનિક સ્વરાજમાં સમર્થ પ્રતિનિધિત્વ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ કરનારું ગુજરાત દેશભરમાં અગ્રેસર : ૫૦ ટકા પ્રતિનિધિત્વ માટે વિધેયક પસાર. શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે, શિક્ષિત નારી બે કુળનો દીપક બની બે ઘરને ઉજાળે છે સાથે સંસ્કારી અને સુસંસ્કૃત સમાજની નવરચના થાય છે. ભાવિનાં સંસ્કાર ઘડતરમાં માતા મહત્ત્વનું પરિબળ છે. તેથી જો માતા સશકત બને તો આવનારી પેઢી ચોક્કસ પણે સમૃદ્ધ બનશે. આ દિશામાં તેમણે પરિણામલક્ષી કાર્યયોજના અમલમાં મુકી તેના સુફળ આજે ગુજરાતની માતાઓ, બહેનો અને દિકરીઓ મેળવી રહી છે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.