રાજકોટમાં સીટી ડિવિઝન-1 PGVCLના ધામા, 28 ટીમ દ્વારા ચેકીંગ શરૂ, બે દિવસમાં 42.20 લાખની વીજ ચોરી ઝડપાઈ
રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 1 હેઠળ કોઠારીયા રોડ સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 28 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ 42.20 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 21.63 લાખની અને બીજા દિવસે 20.57 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.