200 ઓક્સીજનના બાટલા ડિલિવરી બોયે બારોબાર વેંચી નાખી વેપારી સાથે 16 લાખની છેતરપીંડી
શહેરમાં રૈયા ચોકડી પાસે આવેલ જયદિત્ય સિલિન્ડર સપ્લાયર એન્ડ સ્કેપ એજન્સીના ડિલિવરી બોય રાહુલ જોગરાણા નામના શખ્સે ઓક્સીજનના ખાલી 200 બાટલા બારોબાર વેંચી નાંખી વેપારી સાથે રૂ.16 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવ અંગે જામનગર રોડ, વોરા સોસાયટી પાસે પરાસર પાર્ક મેઈન રોડ પર રહેતાં લકકીરાજસિંહ વનરાજસિંહ રાણા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ લક્ષ્મણ જોગરણા (રહે. જશોદા ચોક, સ્લ્મ કવાર્ટર) નું નામ આપી જણાવ્યું હતું કે,
તેઓને 150 ફુટ રીંગ રોડ ઉપર રૈયા ચોકડી પાસે આવેલ અંબિકા કોમ્પલેક્ષમાં જયદિત્ય સિલિન્ડર સપ્લાયર એન્ડ સ્કેપ એજન્સી આવેલ છે. જેમાં તેઓ ત્યાં ઓક્સિજન સિલિન્ડરની અલગ-અલગ હોસ્પિટલમાં સપ્લાય કરે છે.તેઓની એજન્સીના ઓક્સીજનના બાટલા અલગ-અલગ હોસ્પિટલમાં સપ્લાય કરવાં માટે ડિલીવરી બોય તરીકે રાહુલ જોગરાણા કામ કરતો હતો. દશેક દિવસ પહેલા તા.30/09/2023 ના રૈયા રોડ બાપા સીતારામ ચોક ખાતે આવેલ સાસ્વત હોસ્પિટલમાંથી ધર્મેશભાઈ વ્યાસનો ફોન આવેલ કે, મેં તમોને હોસ્પિટલમાં કોન્ટ્રાકટ અપાવેલ છે અને તમે મને જાણ કર્યા વગર ઓકસીજનના બાટલા સપ્લાય કરો છો. તેમ કહેતા તેઓએ ધર્મેશભાઈને કહેલ કે,
અમારી પેઢીમાંથી આવા કોઈ ઓકસીજનના બાટલાની ડિલીવરી થઈ જ નથી. જેથી ધર્મેશભાઈએ કહેલ કે, ઓકસીજનના બાટલાનું ચલણ તમારી પેઢીના નામે છે તેમ કહેતા તેઓ તેના મિત્ર સાથે તપાસ કરવા માટે સારસ્વત હોસ્પિટલ દોડી ગયેલ અને હોસ્પીટલના એડમીન પ્રકાશભાઇને અને ધર્મેશભાઇ વ્યાસને મળેલ અને હોસ્પીટલના એડમીન પ્રકાશભાઇએ અમારી પેઢીના નામનુ ચલણ બતાવેલ હતું. જે બાબતે એજન્સીમાં ડીલીવરી બોયનુ કામ કરતા રાહુલભાઇ જોગરાણાને રાત્રીના હોસ્પીટલ ખાતે બોલાવેલ અને પુછપરછ કરેલ તેને કહેલ કે, ઓકસીજનના બાટલાની ડિલીવરી મારા ઓળખીતા મિલનભાઈ નામના વ્યક્તિએ નવો ધંધો શરૂ કરેલ હોય
જેથી મેં આપણી પેઢીના નામે ચલણ નં.290 બનાવેલ છે અને તેના પૈસા રૂ.60,000 લીધેલ છે. બાદ તા.01/10/2023 ના અમારી ઓફીસે આવી સ્ટોક તેમજ સ્ટેટમેન્ટ તપાસતા અમારી એજન્સીમાંથી આશરે 200 નંગ ઓક્સીજનના બાટલા સ્ટોકમાં બતાવતા ન હોય જેથી ડિલીવર બોય રાહુલને રૂબરૂ ઓફીસે બોલાવેલ અને પુછપરછ કરતા તેને જણાવેલ કે, મે આઠેક મહિનાથી તમારી જયદિત્ય સિલિન્ડરસ પ્લાયર એન્ડ સ્ક્રેપ એજન્સીમાંથી હું ઓક્સીજનના બાટલાની ડીલીવરી કરવા માટે જાવ ત્યારે ભરેલા બાટલાની ડીલીવરી કરી ત્યાંથી ખાલી બોટલો અલગ અલગ જગ્યાએથી કટકે કટકે કરીને આશરે 200 નંગ જેટલા ઓકસીજનના બાટલી ખોલી મારા ઓળખીતા મિલન વ્યાસને એક બોટલ રૂ.2500 લેખે બારોબર વેચી દીધેલ હતાં. તેમજ કહેલ કે, મે તમારા ઓક્સીજનના ખાલી તથા ભરેલા બાટલા બારોબાર વેચી દીધેલ છે તેના રૂપિયાની ભરપાઇ હુ થોડા દિવસોમાં કરી દઇશ તેમ જણાવેલ હતુ.
ત્યારબાદ તા.03/10/2023 ના રાહુલ જોગરાણાનો ફોન આવેલ અને કહેલ કે, હું તમારા પૈસા ચુકવી શકુ તેમ નથી તમે મારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરજો. જેથી જયદિત્ય સિલિન્ડર સપ્લાયર એન્ડ સ્કેપ નામની ઓક્સીજનના બાટલાની એજન્સીમાં ઓક્સીજનના બાટલાની ડીલીવરી બોય તરીકે કામ કરતાં રાહુલ જોગરાણા ઓક્સીજનના બાટલાની ડીલીવરી કરવા જાય ત્યારે ખાલી બોટલો જેમાં એક બોટલ રૂ.7500 મળી અલગ અલગ જગ્યાએથી કટકે-કટકે આશરે 200 બોટલો રૂ.16 લાખના મુદામાલની ફરિયાદીની જાણ બહાર બારોબાર વેચી નાખી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકે કલમ 408,420 હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એન.બી.ડોડીયાએ વધું તપાસ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.