ક્રાઇમ બ્રાન્ચે પકડેલ ચાર કરોડના વાહનોમાંથી ચોરીનો પ્રયાસ: ત્રણ શખ્સોની ધરપકડ - At This Time

ક્રાઇમ બ્રાન્ચે પકડેલ ચાર કરોડના વાહનોમાંથી ચોરીનો પ્રયાસ: ત્રણ શખ્સોની ધરપકડ


માલિયાસણ ચોકડી પાસે ડેલામાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ચાર કરોડના વાહનોમાંથી ચોરીનો પ્રયાસ કરતાં ત્રણ શખ્સોને કુવાડવા રોડ પોલીસે પકડી રૂ।.16 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરના જુબેરની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ્ટેબલ મુકેશભાઇ માંણદભાઇ સબાડે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, શહેર ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમા આવતા માલીયાસણ ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામાંથી આરોપી જમાલ અબ્દુલ મેતર, લલીત તુલશીરામ દેવમુરારીને નંબર વગરના શંકાસ્પદ વાહનો જેમા ટ્રકની ટ્રોલીઓ, ડમ્પરના ટ્રોલીઓ તથા એન્જીન સહિતના રૂ।.4.04.62000 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં.

જે બાદ તા.16/06/2023 ના ભંગારના ડેલામા અંદર તેમજ બહાર પડેલ મુદામાલ જે તે સ્થીતીમાં રાખી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મુદામાલની દેખરેખ કરવા જણાવેલ હોય જેથી મુદામાલની દેખરેખ કરવા સ્ટાફ અવારનવાર ભંગારના ડેલા ચેક કરવા જતા હોય જેથી ગઈકાલે તેઓ કોન્સ્ટેબલ સંજય મિયાત્રા સહિતના સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન માલીયાસણ ચોકડી ખાતે પહોચતા ચોક્કસ બાતમી મળેલ કે, બંધ પડેલ ભંગારના ડેલા બહાર પોલીસે કબ્જે કરેલ ટ્રકોના મુદામાલ પડેલ હોય તે ભંગારના ડેલા બહાર ત્રણ શખ્સો ગેસ કટર તથા ગેસના બાટલાઓ વડે ટ્રેકની બોડીઓ-કેબીનો કાપે છે તેવી બાતમીના આધારે બાતમીના સ્થળે પહોચતા વંડા બહાર પડેલ ત્રણ ઇસમો ગેસ કટર તથા ઓકસીજન ગેસના બાટલા, લાલ ગેસના બાટલાઓ સાથે હાજર હતાં.

પોલીસ સ્ટાફે ત્રણેય શખ્સોને પકડી નામ પૂછતાં સલમાન ઉસ્માન પઠાણ (રહે. જંગલેશ્વર હુસેની ચોક શે.નં 2 બાપુનગર કાંટા) તેમજ રામનારાયણ રામમિલન પાસવાન (રહે.જંગ્લેશ્વર એકતા કોલોની શે,નં 4) તેમજ સલીમખાન શબ્બીરખાન પઠાણ (ઉ.વ.18),(રહે. જગ્લેશ્વર હુસેની ચોક શે.નં 2 બાપુનગર કાંટા પાસે) જણાવ્યું હતું. તેની પાસે રહેલ ઓક્સીઝન ગેસના બાટલા નંગ-5, લાલ કલરના ગેસના સિલીન્ડર નંગ-2, ગેસના કટર નંગ- 2, ચાવી પાના નંગ-1 જોવામા આવેલ અને તેના વડે ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરેલ મુદામાલમાં ટ્રકની ટ્રોલીમાં ગેસ કટર વડે ટ્રોલી ભાગ કાપેલ જોવામા હતો. જે બાબતે પુછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે, જંગલેશ્વરના જુબેરે ગેસના બાટલા તથા ગેસ કટર આપી જણાવેલ કે, તમો ગેસ કટર વડે કાપી રાખો બાદમાં હું આવીને ભરી જઇશ તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય શખ્સોને પકડી કુલ રૂ।.16 હજારનો મુદ્દામાલ પકડી મુખ્ય આરોપી જુબેરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.