શહેરને સ્વચ્છ બનાવવા વોર્ડ વચ્ચે મહાનગરપાલિકા નવી યોજના લાવશે
ગાંધીનગર શહેરમાં દરેક વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને તે વોર્ડના કોર્પોરેટરો તથા નાગરિકો તેમાં સીધી રીતે સામેલ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા નવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ શહેરના દરેક વોર્ડ વચ્ચે સફાઇની આંતરિક સ્પર્ધા યોજાશે અને જે વોર્ડ સૌથી સ્વચ્છ જણાશે તે વોર્ડને વધારાની 5 લાખ રૂપિયાની ખાસ ગ્રાન્ટ વિકાસના કામો માટે અને નાગરિકોની સુવિધા માટે આપવામાં આવશે. ટૂંક સમયમાં આ નવી યોજના લોંચ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.