જિલ્લા પંચાયતની નવી સમિતિની બેઠક બીજા નોરતે મળશે
ગાંધીનગર જિલ્લા પંચાયતનો પ્રથમ અઢી વર્ષનો તબક્કો પૂર્ણ થતાં જ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અપીલ સમિતિ, કારોબારી સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ, સિંચાઇ સમિતિ, શિક્ષણ સમિતિ, મહિલા અને બાળ સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં નવા સદસ્યોની નિમણુંક સમિતિઓમાં કરવામાં આવી છે. જ્યારે કારોબારી, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ અને મહિલા અને બાળ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી છે નવા ચેરમેનોની વરણી બાદ સામાજિક ન્યાય સમિતિ સિવાયની તમામ સમિતિઓની પ્રથમ બેઠક તા16મી, સપ્ટેમ્બરે મળશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.