વિંછીયાના થોરીયાળી ગામે બે દુકાનના શટર તોડી રોકડ સહિતની ચોરી
વિંછીયાના થોરીયાળી ગામના બસસ્ટેન્ડમાં આવેલ બે દુકાનમાં ગત મોડી રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને બન્ને દુકાનના શટર તોડી રોકડ રકમ સહિત અંદાજે રૂ.5 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી જતા વેપારીઓ અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવની દુકાનદારને જાણ થતા વિંછીયા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દુકાનદારોના નિવેદનો લઈ અજાણ્યા તસ્કરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જસદણ-વિંછીયા પંથકમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર અજાણ્યા તસ્કરોને પકડી પાડવામાં નિષ્ફળ નીવડતા લોકો ફફડી રહ્યા છે. જેથી જસદણ-વિંછીયા પંથકમાં પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવે અને ચોરીને અંજામ આપનારા અજાણ્યા તસ્કરોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી જસદણ-વિંછીયાની પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.