ફેસબુક ફ્રેન્ડમાંથી પ્રેમી બનેલા શખ્સે ત્યકતા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું - At This Time

ફેસબુક ફ્રેન્ડમાંથી પ્રેમી બનેલા શખ્સે ત્યકતા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું


ફેસબૂક ફ્રેન્ડમાંથી પ્રેમી બનેલા શખ્સે એક ત્યકતા સાથે વારંવાર દુષ્કર્મ આચરી લગ્ન કરવાની ના પાડી દેતાં વાત પોલીસ સુધી પહોંચી છે. આ બનાવમાં બી.ડિવિઝન પોલીસે મોરબી રોડ વિસ્તારની એક ત્યકતાની ફરિયાદ પરથી તેના ફેસબૂક મારફત પ્રેમી બનેલા મીત વિજયભાઈ કારેલીયા (રહે.જમનાનગર 2, સહકાર મેઈન રોડ) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. લગ્નની લાલચ આપી અવારનવાર અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકાતા પોલીસે તેને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે. ભોગ બનનારે પોલીસને જણાવ્યું કે, 2001માં તેણે લવ મેરેજ કર્યા હતા. જે લગ્નથી તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.
તે પરીવાર સાથે ત્રણેક વર્ષ પહેલા મોરબી રોડ વિસ્તારમાં રહેતી હતી. તેના પતિ રીક્ષાચાલક હોય તે કામ જતા રહેતા અને બાળકો સ્કુલે ગયા બાદ તે ઘરે એકલી ફેસબુક યુઝ કરતી હતી. આજથી આશરે પાંચેક વર્ષ પહેલા ફેસબુક મારફતે તેને આરોપી મીત સાથે સંપર્ક થતા બન્ને મિત્રો બની ગયા હતા. ત્યારબાદ બન્ને અવાર નવાર મળતા હતા. ફોન પર વાતો પણ કરતા હોય બન્ને વચ્ચેપ્રેમ થઈ ગયો હતો. બન્ને એકબીજા સાથે લગ્ન પણ કરવા માગતા હતા. તેના પતિ અને બાળકો બહાર જાય ત્યારે તે અને આરોપી મળતા ત્યારે આરોપી તેની સાથે શરીરસુખ માણવા માગતો હોય તે આ બધું આપણે લગ્ન બાદ કરશે તેમ કહી ના પાડતી હતી. તેના પ્રેમસંબંધ બાબતે તેના પતિને ખબર પડતા
તેણે હું અને આરોપી બન્નેએ એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવાના છીએ, જેથી તમે મને છુટાછેડા આપી દો. તેમ વાત કરતા પતિ છુટાછેડા આપવા સહમત થયો હતો. આ બાદ ગઈ તા.28/8ના આરોપી ફરીથી તેની સાથે જ શરીરસુખ માણવાની કોશીષ કરતા તેને ના પાડી આપણા લગ્ન થઈ જાય પછી આ બધુ કરશું તેમ કહેતા આરોપીએ તારા છુટાછેડા થઈ જાય પછી આપણે લગ્ન કરવાના જ છે, તેમ કહી શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ગઈ તા.30/8ના તેણે નોટરી રૂબરૂ પતિ સાથે છુટાછેડા લીધા હતા અને ગઈકાલે તે આરોપીને મળી તારા કહેવાથી મેં મારા પતિને છુટાછેડા આપ્યા છે, હવે આપણે ક્યારે લગ્ન કરવાના છે તેમ વાત કરતા આરોપીએ મારે તારી સાથે કોઈ લગ્ન કરવા નથી, કહી લગ્નનો ઈનકાર કરી દેતા અંતે ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ થઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.