સ્વજનોને શ્રાદ્ધ અર્પણ કરવાનો ઉત્તમ રસ્તો એટલે વરસાદી પાણી બચાવો માનવ જીવનને અને પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થશે - At This Time

સ્વજનોને શ્રાદ્ધ અર્પણ કરવાનો ઉત્તમ રસ્તો એટલે વરસાદી પાણી બચાવો માનવ જીવનને અને પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થશે


સ્વજનોને શ્રાદ્ધ અર્પણ કરવાનો ઉત્તમ રસ્તો એટલે વરસાદી પાણી બચાવો

માનવ જીવનને અને પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થશે.

સ્વજનોને શ્રાદ્ધ અર્પણ કરવાનો ઉત્તમ રસ્તો એટલે વરસાદી પાણી બચાવો આજે સમય આવ્યો છે આપણે કે આપણા વડીલોની કાયમી યાદ જળવાઈ રહે અને આપણી હયાતી ન હોય તો પણ વર્ષોના વર્ષો સુધી ખેડૂતોને ખેત ઉત્પાદન માટે પર્યાવરણને જતન થવાથી પશુ પક્ષી અને સર્વે જીવ જંતુ ને ઓક્સિજન પાણી ખોરાક રહેણાંક અને સ્વતંત્રતા મળે એવું ઉત્તમ કાર્ય જો હોય તો તે છે વરસાદી પાણી ને યોગ્ય રીતે જતન કરવા માટે ખેત તલાવડી નદી નાળાઓમાં ચેક ડેમો રીપેર કરવા ઉંડા કરવા ઊંચા કરવા તેમજ નવા બનાવવા જેના દ્વારા જમીનના ચરણમાં પાણી ના લેવલ ખૂબ ઊંચા આવશે તેનાથી વાતાવરણ ઠંડુ રહેશે શુદ્ધ પાણી પીવાનું મળશે તેનાથી દરેક જીવોના આરોગ્ય માં સુધારો થશે તો આવો આપણા સ્વજનોનું કાયમી નામ અમર બની જાય તેના માટે ગીર ગંગા પરિવાર સંસ્થા સાથે જોડાય અને વરસાદી પાણી બચાવવાનું કાર્ય કરીએ.
હાલમાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એક નાનો ચેકડેમ કે જે અત્યારે સાવ ખાલી અને જર્જરીત હાલતમાં અને ખૂબ માટીથી ભરાયેલો છે જે ચેકડેમ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સાડાત્રણ એકર જગ્યામાં ઉડો, ઉંચો અને રીપેર કરવાનું પ્રકૃતિના રક્ષણ માટેનું ભગીરથ કાર્ય શરૂ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ડેમ ૧ ફૂટ ઉંડો કરવામાં આવે તો ઓછામાં ઓછું ૮૦ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે, જો તે ડેમને ૧૫ ફૂટ ઉંડો કરવામાં આવશે તો તે ડેમ એક વખત ભરાવાથી અંદાજે ૧૨ કરોડ લીટર પાણીના જથ્થનો સંગ્રહ કરી શકીએ, ચોમાસા દરમ્યાન ૩ થી ૫ વખત આ ડેમ ભરાતા હોય છે. તેનાથી આજુબાજુની સોસાયટીઓમાં જમીનના તળ ઉંચા આવે, મીઠું અને શુધ્ધ પાણી લતાવાસીઓને મળે, જેનાથી બીમારી ઘટે, કોર્પોરેશનનું પાણી માટેનું ભારણ ઘટે અને માનવ જીવનને ખૂબ મોટો ફાયદો થાય.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં ફકત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા રીપેર કરવામાં આવે છે. 'જલ હે તો કલ હે" જેનો જીવનમંત્ર છે એવા દિલીપભાઈ સખીયા (પ્રમુખશ્રી–ગીરગંગા પરીવાર ટ્રસ્ટ) સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેક ડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો દૃઢ સંકલ્પ સાથે પુર જોશમાં કાર્ય કરી રહીયાં છે. અત્યાર સુધીમાં ૧૨૦ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે.
વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
''પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે દરેક ટીપામાં એક જીંદગી છે."

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.