ગુડાની સામે નેશનલ હાઈવે પરની ફેન્સિંગમાં છીંડું પડાયું
ગાંધીનગર જિલ્લામાં સરગાસણ બ્રીજ ઉતરતાં જ ગુડાની ઓફિસ ખાતે જવાનો સત્તાવાર રોડ બ્રીજ પત્યા પછી આવેલ ગરનાળા પરના સર્વિસ રોડથી આવવાનો છે. પરંતુ ગુડાની આસપાસ આવેલ હોટલનો બીઝનેસ કરતાં અને રાજકીય વગ ધરાવતાં વ્યક્તિ દ્વારા હાઈવેને અડીને જ આવેલાં રોડ પરની ફ્રેન્સિંગ તોડી નાંખીને નવો ચીલો ચાતર્યો છે. કાયદેસરનો રોડ જ ના હોવા છતાં હોટલમાં જમવા આવતાં લોકો માટે આ સગવડતાં ઉભી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.