દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં ભ્રષ્ટાચાર ની તપાસ માં સૌરાષ્ટ્ર ઝોન ના મુખ્ય ઇજનેરે તંત્ર ને દૂધે ધોઈ દીધું. ડેસ્ટોક ની એમ એસ ૪૦૦ કરોડો ની લોખડ લાઈન રાતો રાત ગાયબ પણ પોલીસ ફરિયાદ નહિ ૧૫ વર્ષ માં લોખડ ની કરોડો ની લાઈન તણાઈ કે દટાઈ ગઈ હશે ? - At This Time

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં ભ્રષ્ટાચાર ની તપાસ માં સૌરાષ્ટ્ર ઝોન ના મુખ્ય ઇજનેરે તંત્ર ને દૂધે ધોઈ દીધું. ડેસ્ટોક ની એમ એસ ૪૦૦ કરોડો ની લોખડ લાઈન રાતો રાત ગાયબ પણ પોલીસ ફરિયાદ નહિ ૧૫ વર્ષ માં લોખડ ની કરોડો ની લાઈન તણાઈ કે દટાઈ ગઈ હશે ?


દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં ભ્રષ્ટાચાર ની તપાસ માં સૌરાષ્ટ્ર ઝોન ના મુખ્ય ઇજનેરે તંત્ર ને દૂધે ધોઈ દીધું.

ડેસ્ટોક ની એમ એસ ૪૦૦ કરોડો ની લોખડ લાઈન રાતો રાત ગાયબ પણ પોલીસ ફરિયાદ નહિ

૧૫ વર્ષ માં લોખડ ની કરોડો ની લાઈન તણાઈ કે દટાઈ ગઈ હશે ?

રેલવે સ્ટેશન થી ઓવર હેડ સુધી ઘાતરવડી નું ટ્રેન મારફતે આવતું પાણી પહોંચાડવા જમીન થી બહાર પાથરેલી એમ એસ ૪૦૦ લાઈન રાતો રાત ક્યાં ?

કાળુભાર પાણી પુરવઠા નો પહેલા થી ઇમલો જ ગાયબ છે તો મુખ્ય ઈજનેર અપસેટ પ્રાઈઝ નક્કી કરી શેની કરશે ?

કાળુભાર પાણી પુરવઠા ના ફિલ્ટર પ્લાન રિપેરીગ માટે લાખો ની રકમ કોને ચૂકવાય એજન્સી કંઈ ?

કાળુભાર ની કાળી કમાણી માંથી અપ્રમાણસર ની મિલ્કતો રહેણાંક વિસ્તાર ના સાર્વજનિક પ્લોટ અને કોમર્શિયલ બાંધકામો ખડકી દીધા

ડેસ્ટોક ની એમ એસ ૪૦૦ કરોડો ની લોખડ ની પાઇપો રાતો રાત ગાયબ તંત્ર એ પોલીસ ફરિયાદ કે ન કરી ?

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ના બેફામ ભ્રષ્ટાચાર થતો હોવા ની ફરિયાદ માં તપાસ વિજિલન્સ ને બદલે સૌરાષ્ટ્ર ઝોન પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મુખ્ય ઈજનેર ને કેમ સોપાઈ ?
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ મુખ્ય ઈજનેર ને ઉદેશી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં વર્ષો થીં ચાલતી ગેરીરીતિ ઓ અંગે વિગતે ફરિયાદ કરાય હતી પણ પુરવઠા બોર્ડ ની તપાસ કરતા પુરવઠા બોર્ડે ના મુખ્ય ઈજનેર પોતે જ પોતા નું તંત્ર પ્રમાણિક હોવા નું જજસ્ટિફાઈ કરી લીધું અચરજ પામી જવાય તેવા બચાવ માં સૌરાષ્ટ્ર ઝોન મુખ્ય ઈજનેરે કાળુભાર પાણી પુરવઠા ને દૂધે ધોઈ દીધું
લાઠી લીલીયા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ને ફ્લોરાઈડ મુક્ત કરવા નેધરલેન્ડ ના સહયોગ થી બેનલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં ૧૯૯૮ થી અન્ય શહેરો માં રહી વગર નોકરી એ પગાર મેળવતા ગુલાતીબાજ ની ૨૫ વર્ષ માં એકપણ વખત બદલી કેમ ન કરાય ? ખાનગી વેપાર ધંધા માં રચ્યા પચ્યા પાણી પુરવઠા બોર્ડ ના કર્મચારી ઓની દુકાને મોટરો બાંધવા ના મોટા બિલ મોટર બહાર કાઢ્યા વગર ચૂકવી ગોઢવણ કેમ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નું ખાનગી કોન્ટ્રાકટ પદ્ધતિ થી સંચાલન હોય તો મદદનીશ સ્ટાફ કેમ ? સૌરાષ્ટ્ર ઝોન મુખ્ય ઈજનેર ના જા નં પી બી/વી આઈ પી વેબ નં ૧૬૧૬ / ૧૪૮૬ ૩૧૦૫-૨૦૨૩ ના પત્ર માં લાઈફસ્પામ ઘટકો ક્વાર્ટર અને કમ્પાઉન્ડ હોલ અપસેટ પ્રાઈઝ નક્કી કરવા અંગે જણાવે છે અને એજ પત્ર માં કમ્પાઉન્ડ હોલ સ્વત તૂટી હોવા નું જણાવે છે આ ઇમલો ક્યાં ગયો ? કોને કેટલી કિંમતી વેચી દેવાયો ? અપસેટ પ્રાઈઝ નક્કી કરવા ની હોય તો ઇમલો અગાઉ ક્યાં પગ કરી ગયો ? હવે ઇમલ વગર અપસેટ પ્રાઈઝ શેની નક્કી કરશે ? આ વિસ્તાર ના ૫૫ જેટલા ગ્રામ્ય અને ૨ શહેરી વિસ્તારો પાણી પૂરું પડતા કાળુભાર પાણી પુરવઠા બોર્ડ સંકુલ માં આવેલ જર્જરિત સંપ માંથી કચરો બહાર કાઢવા નો કોન્ટ્રાકટ કેટલી રકમ થી કોને અપાયો હતો ?આ એજન્સી કોણ ? કચરો બહાર કાઢવા ના કામે સંપ ની સફાઈ વગર કંઈ એજન્સી ને રકમ ચૂકવાય ? તત્કાલીન ધારાસભ્ય દ્વારા ધતરવડી ડેમ નું ટ્રેન મારફતે દામનગર રેલવે સ્ટેશન થી કાળુભાર પાણી પુરવઠા ના ઓવરહેડ સુધી પાણી પહોંચાડવા જમીન થી બહાર પાથરવા માં આવેલ ડેસ્ટોક ની લોખડ ની લાઈન ક્યાં ? કોમ્પીહેન્સીવ પ્રથા થી ચાલતા પાણી પુરવઠા બોર્ડ માં નિયમિત કોની હાજરી પુરવા માં આવે છે ? કોન્ટ્રાકટર ની કે કર્મચારી ઓની ? વડી કચેરી માંથી બદલી થતી રહે છે અત્યાર સુધી માં ક્યાં કોની ક્યાં બદલી ક્યાર ? ફિલ્ટર પ્લાન્ટ જર્જરિત હોવા થી પેટા વિભાગીય કચેરી પાલીતાણા હસ્તક નવો ફિલ્ટર પ્લાન લાખો ના ખર્ચે કેમ રીપેર કરવો પડ્યો ? ફિલ્ટર પ્લાન રીપેર માટે લાખો ની રકમ ચૂકવાય પછી પણ ભારે લીકેજ કેમ ? ફિલ્ટર માટે મંગાવવા માં આવેલ ત્રણ ટ્રક રેતી પછી પણ રિપેરીગ ન કરાયું ગેસ સિલિન્ડર GACL ની તારીખ પૂર્ણ થઈ કે વર્ષો પૂર્ણ થયા ? ગામડા માં જતી લાઈનો માંથી સગા સબંધી ઓને મોટા કનેક્શન આપી સરકારી ઇમલો વેચી ધનકુબેર બનેલ અપ્રમાણસર ની મિલ્કતો સાર્વજનિક જગ્યા ઓમાં મોટી મિલકતો ઉભી કરી રહેણાંક વિસ્તારો માં ક્રોમશીયલ કોમ્પ્લેક્ષ ઉભા કરવા કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કાળી કમાણી સામે વિજિલન્સ તપાસ ના બદલે પાણી પુરવઠા બોર્ડ ના મુખ્ય ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર તંત્ર ના બચાવ માં કેમ ઉતરી રહ્યું છે ? આ ભ્રષ્ટાચાર માં તેમનો પણ હિસ્સો છે કે શું ? દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની યોગ્ય તપાસ નહિ કરાય અને જવાબદારો સામે પગલાં નહિ લેવાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પબ્લિક ઇંટ્રેસ્ટ દાખલ કરાશે વર્ષો થી એકજ જગ્યા એ વગર નોકરી એ ચીપકી ગયેલ ભ્રષ્ટ કર્મચારી ઓ એ સિવિલ સર્વિસ રુલ્સ ૧૯૭૧ અને સેવા નિયમ ૨૦૦૨ ની જોગવાઈ વિરુદ્ધ ખાનગી વેપાર ધંધા અને હિત સબંધ જોગવાઈ વિરુદ્ધ કરોડો ની સંપત્તિ સગેવગે કરી પોતા ની અપ્રમાણસર ની મિલકતો ઉભી કરી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની વિજિલન્સ તપાસ ને બદલે પુરવઠા તંત્ર એ જાત તપાસ માં પોતે પોતા ના તંત્ર ને દૂધે ધોઈ દીધું દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કર્મચારી રોજમદારો દામનગર શહેર માં છડેચોક સરકારી જાહેર બાંધકમો નો કોન્ટ્રાકટ પણ રાખી શકે છે આ અંગે યોગ્ય તપાસ કાર્યવાહી નહિ કરાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પી આઈ એલ દાખલ કરાશે તાજેતર માં ડેસ્ટોક ની કરોડો ની લાઈન રાતો રાત પગ કરી ગઈ આ અંગે પુરવઠા તંત્ર એ પોલીસ ફરિયાદ કે ન કરી આ લાઈન કોણ ક્યાં લઈ ગયું ?

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.