SOG પોલીસે દાહોદ તાલુકાના ઇટાવા ગામના તથા તરવાડીયા વજા ગામના નકલી નોટોના પ્રકરણના આરોપીઓને ઝડપ્યા
દાહોદ એસઓજી દ્રારા ખંડણી માગવાના ગુનાના આરોપીઓના મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાવાતા નકલી ચલણી નોટોનું પગેરું મળ્યું હતું અને 5 લાખની નકલી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે નકલી ચલણી નોટો સાથે 2 આરોપીની ધરપકડ કરી તપાસ આદરી હતી. તપસ માં નકલી નોટો નું પગેરું મળતા પાંચ લાખ ની નકલી નોટો સાથે બે નું ઇસમો ની ધરપકડ કરી અન્ય બે ફરાર.
દાહોદ ખાતે બે દિવસ પહેલા સાયબર ક્રાઇમ, એસજીસહિતની પોલીસ ટીમો એ ફિલ્મી સ્ટાઈલમાં 90 લાખ ની ખંડણી માંગનાર બે યુવક અને એક યુવતીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીના મોબાઈલ એસઓજી પીઆઈ સંજય ગામિત દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવતા એક આરોપીના મોબાઈલમાંથી નકલી નોટ અંગેની માહિતી મળતા પોલીસે એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને સમગ્ર મામલે તપાસ કરી જે યુવક પાસે નકલી નોટ હોવાની માહિતી મળી હતી તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેને અન્ય જગ્યાએ નોટો રાખી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે વર્ણન વાળા સ્થળે તપાસ કરતાં 500ના દર ની 1015 નકલી નોટો મળી આવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે લોકો જેમની પાસે થી નોટો મેળવી હતી. તેમણે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર બંને આરોપી ઝડપાય તો સમગ્ર મામલે વધુ ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ છે અને નોટો ક્યાં છુપાઈ છે અને ક્યાં ક્યાં નોટો ફરતી થઈ તે તમામ વિગતો બહાર આવી શકે છે.9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.