સોમનાથ રહેણાંક મકાનના વાડામાં મધરાતે ત્રાટકેલો દિપડો માત્ર ચાર માસની વાછરડી નું કરેલ મારણ
સોમનાથ રહેણાંક મકાનના વાડામાં મધરાતે ત્રાટકેલો દિપડો
માત્ર ચાર માસની વાછરડી નું કરેલ મારણ
આજ સ્થળે અગાઉ ગાય શ્ચાન ભુંડ નું પણ મારણ થયેલ
વનવિભાગ દિપડાને પકડવા વારંવાર પાંજરા મુકે છે પરંતુ ચાલાક દિપડો પકડાતો નથી
આજુબાજુ ના વિસ્તાર નું ધેધુરવન અવાવરૂ ઝાડી ઝાંખરા દિપડાના રહેણાંક માટે બન્યા સ્વર્ગ સમાન
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2016 મા 111 દિપડા હતા જયારે આ વર્ષે 2023 મા 278 દિપડા છે.
સોમનાથ પ્રભાસ પાટણ ની વેણેશ્વર સોમનાથ સોસાયટીમાં ગત રાત્રે અઢીથી પોણા ત્રણ વાગ્યાના અરસામાં સોસાયટી મા રહેતા રબારી રાજુભાઇ પુંજાભાઇ કોડીયાતર ના રહેણાંક મકાનમાં વાડામાં પ્રવેશી દિપડાએ ગાયની બાજુમાં બાંધેલા માત્ર ચાર મહિનાના વાછડીને ઉપાડીને ઉપાડી બાજુમાં આવેલ સોમનાથ ટ્રસ્ટ ના ગોબીંગ ડેપો તરફ ભાગ્યો હતો રાજુભાઇ ખખડાટ સાંભળતા જ પોતાની માલાકીની વાછરડી ને બોચીથી પકડી દિપડો ગોબીંગ ડેપોના મેદાનમાં તેનું મારણ કરતો જોતા તાત્કાલિક હાકલા પડકારા ફેંકતા મૃત વાછરડીનો મૃતદેહ પડતો મુકી દિપડો ભાગી ગયો હતો.
આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર અધિકારી કે. ડી. પંપાણીયાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દિપડાની અવર જવર ની જાણ જ્યારે જ્યારે મળેલ છે ત્યારે ત્યારે પાંજરે ગોઠવી પકડવા છેલ્લા ત્રણ મહિનાથી કરાયેલ છે પરંતુ દિપડો લોકેશન બદલતો હોઇ પકડતો નથી
આ વિસ્તારમાં જે ધટાટોપ અવાવરૂ ઝડપાન ખીણ છે તેઝાડોને નીચેના ભાગેથી કાપી દૂર કરવા સંબંધકર્તા ને જણાવ્યું છે કારણ કે દિપડાના રહેઠાણ માટે અવાવરૂ ઝાડપાન ગીચતા સ્વર્ગ રહેણાંક સમાન છે.
રાજુભાઇ કોડીયાતરે જણાવ્યું કે આ આગાઉ એક મહિના પહેલા મારી ગાયને પણ દિપડાએ મારણ કરેલ વનવિભાગ અને સોમનાથ ટ્રસ્ટ સંયુક્ત રીતે આ પ્રશ્નનુ નિરાકરણ કરે કારણ કે અહીં થી જ સોમનાથ મંદિર જવા આવવાનો રસ્તો પણ પસાર થાય છે જેથી યાત્રાળુઓને પણ ભવિષ્યમાં હેરાન દિપડો કરે તેવી ભીતિ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.