આરોપી ઝબ્બે:ત્રણેય નરાધમોએ વારાફરતી ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું’તું
અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપીનું નામ મિતલેશકુમાર ઉર્ફે કાણીયો રામાનરાયણ દાસ (ઉ.વ. 24 રહે. લક્ષ્મીનગર શેરી નં.2, મુળ મોનાઇન કોઠી ગામ, સાહેબગંજ સાહેબગંજ થાણા જી. મુજ્જફરબાદ -બિહાર), ભરત કેશુભાઇ મીણા (ઉ.વ. 38 રહે. લક્ષ્મીનગર શેરી નં. 2, મુળ પડુંનાગામ તા.તીડી જી. ઉદયપુર - રાજસ્થાન) અને અમરેશ ઉર્ફે બ્રીજેશ શંભુભાઇ કુલદીપ (ઉ.વ. 25 રહે. લોહાનગર મ.પરા પીરબાબાના મંદિર પાસે રાજકોટ મુળ ઇટીયાથોક ગામ, બલરામપુર થાણા, જી. ગોંડા, યુ.પી.) છે. આરોપીઓ મિતલેશકુમાર તથા ભરત મીણા બંને એક જ કારખાનામાં નોકરી કરે છે,
ફરીયાદીના ઘરની નજીકમાં એકલા જ રહેતા હોય અને ફરિયાદી તથા આરોપીઓને એક-બીજાના ઘરે આવવા-જવાનો વ્યવહાર હોય જેથી મિતલેશ, ભરત તથા અમરેશ ત્રણેયએ ફરિયાદીની બાળકી ઉપર નજર બગાડી તેને લલચાવી ફોસલાવી રેલ્વે સ્ટેશન પાટાની અવાવરૂ જગ્યામાં લઇ જઇ બદકામ કરવાનો પ્લાન બનાવેલ જેમાં મીથીલેશએ બાળકીને ફોસલાવી યેન-કેન પ્રકારે ઘરથી બનાવ વાળી જગ્યા સુધી લઇ જવાની અને ભરત તથા અમરેશ બંનેએ અગાઉથી હાજર રહી ત્રણેયએ સાથે મળી બદ કામ કરવાનો પ્લાન બનાવેલ હતો.
મિથિલેશ સાંજના અંધારાના સમયે ફરીયાદીની સગીરવયની દિકરીને વસ્તુ અપાવવાના બહાને લલચાવી-ફોસલાવી બનાવ વાળી જગ્યા સુધી લઇ જઇ ત્યાં બાળકી રાડો પાડતા મિથિલેશે તેનું મોઢું દબાવી અને અગાઉથી પ્લાન મુજબ હાજર ભરત તથા અમરેશ એમ ત્રણેય ઇસમો બાળકીને ઉપાડી ઝાળી જાંખરામાં અંદર લઇ ગયેલ અને ત્યાં ત્રણેય ઇસમોએ બાળકી સાથે દુષ્કર્મ આચરી, જો બાળકીને જીવતી રહેવા દેશે તો તેના પિતાજીને આ બનાવની જાણ કરશે તે ડરના કારણે ત્રણેય ઇસમોએ ત્યાં પડેલ મોટા પથ્થર વડે બાળકીના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે વારા ફરતી પત્થરના ઘા મારી ગંભીર ઇજાઓ કરી બાળકીનું મોત નીપજાવાની કબુલાત આપેલ છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ તથા એસ.ઓ.જી. પીઆઈ જે.ડી.ઝાલા તથા માલવીયા પોલીસ સ્ટેશન પીઆઈ એ.બી.જાડેજા તથા ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એન.પરમાર, ડી.સી.સાકરીયા, એ.એસ.ગરચર તથા એલ.સી.બી. ઝોન-2 પીએસઆઇ આર.એમ.ઝાલા તથા માલવીયા નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, સર્વેલન્સ સ્ક્વોડ તથા ડી.સી.બી. તથા એસ.ઓ.જી. તથા ઝોન-2 એલસીબીની તમામ ટીમના કર્મચારીઓ, તથા વેસ્ટર્ન રેલવે જી.આર.પી. પોલીસ સ્ટેશન, વીરમગામ, તથા તીડી પોલીસ સ્ટેશન ઉદેપુરના કર્મચારીઓ ફરજ પર રહ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.