તમે સુધરવાના નથી,ગમે ત્યાં માથાકૂટ કરો છો કહીં દલિત યુવક પર પાંચ શખ્સનો હુમલો - At This Time

તમે સુધરવાના નથી,ગમે ત્યાં માથાકૂટ કરો છો કહીં દલિત યુવક પર પાંચ શખ્સનો હુમલો


બ્રહ્મસમાજ પાસે ગાડી ચલાવવા મામલે થયેલ માથાકૂટમાં દલિત યુવક પર બે બાઇક ચાલકોએ મારામારી કર્યા બાદ ભેગા થયેલા ટોળામાંથી બે શખ્સોએ પણ ધિકાપાટુ વાળી કરતાં યુવકને સારવારમાં ખસેડવો પડ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રામપીર ચોકડી પાસે રૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતાં આકાશભાઈ જીવાભાઇ વારગીયા (ઉ.વ.23) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે અશોક મકવાણા, કાનો ગમારા, એક છોકરો, એક ભાઈ અને એક બહેનનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના તેઓ તેના મીત્ર સાગર મીયાત્રા સાથે રામાપીર ચોકડીએ હતાં. ત્યાંથી બંને મિત્રો એક્સેસ મોપેડ લઈ રૈયા રોડ ઉપર આમ્રપાલી ઓવરબ્રીજ પ2 નાસ્તો કરવા માટે જતા હતા.ત્યારે બાઇક તે ચલાવતો હતો અને તેનો મિત્ર પાછળ બેઠો હતો.
તેઓ રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ ચોક પાસે પહોંચેલા ત્યારે તેના મોબાઇલ ફોનમાં ફોન આવતા તેને મોપેડ ધીમું પાડી સાઇડમાં ઉભું રાખેલ હતું. ત્યારે બાજુમાં એક એક્ટીવા ઉભું રહેલ, જે એક્ટિવાની પાછળ એક 35 થી 40 વર્ષની ઉંમરના બહેન બેઠા હતા તેણે કહેલ કે, ગાડી જોઇને ચલાવને તને ખબર નથી પડતી કહી ગાળો આપવા લાગેલ અને એક્ટિવા ચાલક યુવકે નીચે ઉતરી ગાળો આપી ફડાકો મારી દીધેલ અને થોડીવારમાં એક બીજો અજાણ્યો બાઈકચાલક ત્યાં ઘસી આવેલ અને ફડાકા મારવા લાગેલ અને ત્યાં લોકો એકઠાં થઈ ગયેલ હતાં.
તેમાંથી અશોક મકવાણા અને કાનો ગમારા તેની પાસે આવેલા અને ગાળો આપી ઉશ્કેરાય જઇ બંને શખ્સો બેફામ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. તેમજ બન્ને શખ્સોએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમે સુધરવાના નથી,જ્યાં ને ત્યાં માથાકુટ કરો છો તેમ કહી મારવાનો પ્રયાસ કરતાં તે ત્યાંથી ભાગી ગયેલ હતો. બાદમાં તેમના મિત્રએ તેઓને સારવારમાં ખસેડેલ હતાં.બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે મારામારી કરનાર પાંચ શખ્સો સામે 323,504,114 અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.