યશ્વી આઈ હોસ્પિટલ હિંમતનગર ના ડોક્ટર ભરત શાહ નું દર્દી સાથે ઘૃણાસ્પદ વર્તન
યશ્વી આઈ હોસ્પિટલ હિંમતનગર ના ડોક્ટર ભરત શાહ નું દર્દી સાથે ઘૃણાસ્પદ વર્તન
પ્રાંતિજ ના વતની મહેઝબીન બેન પુરાલવાલા છેલ્લા કેટલાક સમયથી એમની દિકરી ની આંખ ની સારવાર માટે હિંમતનગર ના ડૉ.ભરત શાહ પાસે થી લેતા હતાં.ગઈકાલે બપોર ના સુમારે આ બહેન સદર સારવાર માટે અને ડોક્ટર ની સલાહ માટે આવ્યા હતા અને જ્યારે આ દર્દીનો તપાસ માટે વારો આવ્યો ત્યારે દર્દીના કહેવા મુજબ ડોકટરે તેમને હડધૂત કરી ચેમ્બર માંથી બહાર કાઢી મુક્યા. દવાખાના નો હાજર સ્ટાફ પણ ડૉક્ટર ના આવા વર્તનથી દિગ્મૂઢ બની ગયો હતો ત્યારે દર્દી સાથે ના બરદાસી ના આક્ષેપ મુજબ ડોકટર નું આવું અણછાજતું વર્તન શું દર્દી અને બરદાસી ના પહેરવેશ અને ધર્મ ના લીધે હતું કે પછી આ ડોક્ટર કોઈ નશા માં હતા કે એમની માનસિકતા દર્દીઓ પ્રત્યે આવી રીત જ છે.
આ બાબતે દર્દી દ્વારા ન્યાય મેળવવા માટે પ્રાંતિજ પોલીસ મથક, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી છે.અને આગામી સમયમાં આ બાબતે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન માં પણ સદર ડોક્ટર નું પ્રેક્ટિસ લાયસન્સ રદ કરવા માટે ની માંગણી દર્દી દ્વારા કરવામાં આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.