ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષાનાં નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષાનાં નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ


ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષાનાં નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ
-----------------
પ્રાચીન રાસમાં મોડેલ સ્કુલ ઈણાજ અને રાસ સ્પર્ધામાં શ્રી દાંડીયા કલાસીસના ખેલૈયાઓ વિજેતા
------------------
ગીર સોમનાથ,તા.૨૧: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે પ્રાચીન અને અર્વાચીન જિલ્લાકક્ષાનાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું ૨૦૨૩-૨૦૨૪નુ આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવ્યુ હતુ.
જેમાં પ્રાચિન ગરબા સ્પર્ધામાં મોડેલ સ્કુલ-ઈણાજના ખેલૈયા પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, કોડીનારના ખેલૈયા તેમજ રાસ સ્પર્ધામાં શ્રી દાંડીયા કલાસીસ, વેરાવળના ખેલૈયા પ્રથમ અને દ્વિતીય નંબર પર મોડેલ સ્કુલ ઈણાજના ખેલૈયાઓ વિજેતા બન્યા હતાં.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.