શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમા યુવક મહોત્સવમાં વિવિધ રમતોમાં કૌવત બતાવતા વિદ્યાર્થીઓ - At This Time

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમા યુવક મહોત્સવમાં વિવિધ રમતોમાં કૌવત બતાવતા વિદ્યાર્થીઓ


શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમા યુવક મહોત્સવમાં વિવિધ રમતોમાં કૌવત બતાવતા વિદ્યાર્થીઓ
----------
યુવક મહોત્સવના બીજા દિવસે કબડ્ડી, ગોળાફેંક, એકલ સંસ્કૃત ગીત સહિત નવ સ્પર્ધાઓનું થયું આયોજન
----------
ગીર સોમનાથ, તા.૦૬: શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં ૧૭માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોત્સાહન અને પ્રગતિ દ્વારા પ્રસિદ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે ત્યારે યુવક મહોત્સવના બીજા દિવસે કુલ નવ (૯) સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યુવક મહોત્સવના બીજા દિવસે એકલ શાસ્ત્રીય વાદન, ચિત્ર સ્પર્ધા, કબડ્ડી, ગોળાફેંક, કૂદ, કાર્ટુન સ્પર્ધા, એકલ સંસ્કૃત ગીત, એકલ શાસ્ત્રીય ગાન, વોલીબોલ વગેરે જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દર્શાવ્યું હતું.
ત્રણ દિવસ ચાલનાર આ આ યુવક મહોત્સવમાં ગુજરાત રાજ્યની ૩૩ સંસ્કૃત કોલેજો / મહાવિદ્યાલયોના ૭૦૦ જેટલા સ્પર્ધકો વિવિધ ૨૯ સ્પર્ધાઓમાં ભાગ લેશે અને પોતાની કળા-શક્તિનો પરિચય કરાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.