માજુમ જળાશયના મૂળ અસરગ્રસ્ત શ્રી બેચરભાઈ કશનાભાઈ પટેલને માપણી સીટ મુજબના હદખુંટ બતાવીને સવાલવાળી જમીનનો કબજો સુપરત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. - At This Time

માજુમ જળાશયના મૂળ અસરગ્રસ્ત શ્રી બેચરભાઈ કશનાભાઈ પટેલને માપણી સીટ મુજબના હદખુંટ બતાવીને સવાલવાળી જમીનનો કબજો સુપરત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.


આજરોજ માજુમ જળાશયના મૂળ અસરગ્રસ્ત શ્રી બેચરભાઈ કશનાભાઈ પટેલને માપણી સીટ મુજબના હદખુંટ બતાવીને સવાલવાળી જમીનનો કબજો સુપરત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
દબાણ કરનાર ઈસમોએ નામદાર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ નં. ૪૧/૧૯ દાખલ કરી સદર જમીન રેગ્યુલરાઇઝ કરવા કેસ દાખલ કરેલ છે. જે દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપેલ નથી.
આમ, સામૂહિક જળ પ્રવેશ કરવા રજૂઆત કરેલ ઇસમો બિનઅધિકૃત રીતે મોજે સાયરાના સ.ન.૫૭૮ વાળી જમીનનો કબજો ધારણ કરતાં હોઈ તેઓની રજૂઆત પાયાવિહોણી છે.
અરવલ્લી ​જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક દ્વારા મોડાસા તાલુકાના અમરાપુર ગામના નાગરિકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી.
દશરથસિંહ ધુળસિંહ ચૌહાણ રહે. અમરાપુર તા. મોડાસા દ્વારા તા. ૨૬/૦૯/૨૦૨૩ ના રોજ તા. ૦૨/૧૦/૨૦૨૩ ના રોજ સોમવારે ૧૦.૦૦ કલાક માજુમ ડેમના અસરગ્રસ્તો તેમને થયેલા અન્યાયના વિરોધમાં સામુહિક જળપ્રવેશ કરશે તેની જાણ કરતી અરજી કરેલ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સમજાવટ કરી જળપ્રવેશ અટકાવવામાં આવ્યો હતો.

માજુમ જળાશયના મૂળ અસરગ્રસ્ત શ્રી બેચરભાઇ કાનાભાઇ પટેલને નાયબ કલેક્ટરશ્રી, જમીન સંપાદન પુન:વસવાટ ધરોઇ વાત્રક અને અન્ય યોજનાઓ, હિંમતનગરના તા.૧૩/૧૨/૧૯૯૦ હુકમ નં.આર.એચ.એલ.માઝુમ ખેતી જમીન/સીતપુરાવશી/૯૯૩/૯૦થી સ.નં.પર મોજે સીતપુર, તા.મોડાસા ખાતે ૬- ૦૮-૦૪ જમીન ફાળવણીનો હુકમ થયેલ હતો. ત્યારબાદ ઉપસચિવશ્રી, નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તા. ૦૬/૦૪/૨૦૧૮ના પત્ર નં.પરચ/૨૦૧૦/૫૯૨૧૨ક/ક-૫ થી ફેરબદલી કરી મોજે સાયરા સર્વે નં. ૨૫૫ નવો સ.નં ૫૭૮ માં મોજે સાયરા, તા.મોડાસા ૦૬-૦૮-૦૪ હે.આરે.ચો.મી. જમીન ફેદલીથી આપવાનો હુક્મ કરેલ છે. અધિક કલેકટરશ્રી (સિંચાઇ) ઉત્તર અને મધ્ય ગુજરાત, ગાંધીનગર ધ્વારા તા. ૦૩/૦૫/૨૦૧૮ ના રોજ હુક્મની ફેરબદલી કરી આપેલ ત્યારબાદ નાયબ કલેકટરશ્રી, જમીન સંપાદન પુન:વસવાટ અને અન્ય યોજનાઓ, હિંમતનગરની કચેરીના કાર્યપાલક ઈજનેર ધરોઇ વાત્રક પત્ર ન.આર.એચ.એલ/સાયરા ફેરબદલી/વશી/૩૧૬/૨૦૨૩ તા. ૧૨/૦૫/૨૦૨૩ ના હુક્મથી માજુમ જળાશય યોજનાના મુળ અરસરગ્રસ્ત શ્રી બેચરભાઇ કશનાભાઇ પટેલ તથા તેમના વારસદારોને સ.ન. ૫૭૮ (જુ.સ.નં ૨૫૫/૨૩) માં ૦૬-૦૪-૦૮ હે.આરે.ચો.મી. જમીન ફાળવવા હુકમ કરેલ છે. મોજે સાયરાના સ.ન. ૫૭૮ વાળી જમીનમાં રજૂઆત કરનાર ઈસમોનો બિનઅધિકૃત દબાણ હોઈ તા. ૦૫/૦૯/૨૦૨૩ ના રોજ દબાણ દૂર કરી કબજો સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ જે અંગે દબાણદારોએ વિરોધ કરતાં કામગીરી સ્થગિત રાખવામાં આવેલ.

દબાણ કરનાર ઈસમોએ નામદાર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ નં. ૪૧/૧૯ દાખલ કરી સદર જમીન રેગ્યુલરાઇઝ કરવા કેસ દાખલ કરેલ છે. જે દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપેલ નથી.

આમ, સામૂહિક જળ પ્રવેશ કરવા રજૂઆત કરેલ ઇસમો બિનઅધિકૃત રીતે મોજે સાયરાના સ.ન.૫૭૮ વાળી જમીનનો કબજો ધારણ કરતાં હોઈ તેઓની રજૂઆત પાયાવિહોણી છે.

આજરોજ કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ યોજના વિભાગ, મોડાસાનાઓની કચેરી દ્વારા ફાળવેલ ઇસમોને કબજો સુપરત કરવાની કામગીરી નિર્ધારિત કરેલ હતી. જે અન્વયે કાર્યપાલક ઇજનેરશ્રી ડીઆઇએલઆરશ્રીની કચેરીનો સિંચાઇ યોજના વિભાગ, મોડાસા, પોલીસ વિભાગનો બંદોબસ્ત, સ્ટાફ, નાયબ કલેકટરશ્રી, જમીન સંપાદન અને પુનઃ વસવાટ, ધરોઇ, વાત્રક અને અન્ય યોજનાઓ હિંમતનગરની કચેરીનો સ્ટાફ, મામલતદાર કચેરી, મોડાસાનો સ્ટાફ તથા અત્રેની કચેરીના સ્ટાફ દ્વારા અંદાજે સવારના ૬.૦૦ કલાકે અમરાપુર ગામે વાદવાળી જગ્યાએ જવા રવાના થયેલ હતા.

અમરાપુર ગામે પહોંચતાં ત્યાં ગ્રામજનો દ્વારા રસ્તામાં ઝાડની ડાળીઓ નાંખી અંતરાવ કરેલ હતો. જે અંતરાવ દુર કરી વધુ આગળ જતાં સ્થળે ગ્રામજનો દ્વારા બે વીજળીના થાંભલા રસ્તા વચ્ચે નાંખી તેની બાજુમાં ટાયર સળગાવી વિરોધ કરવામાં આવેલ હતો. ત્યારબાદ પોલીસ વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા ફાયર ફાયટર દ્વારા સળગાવેલ ટાયર પર પાણીનો છંટકાવ કરી તેને ઓલવી નાંખીને વિરોઘ કરી રહેલ ગ્રામજનો પૈકી પુરૂષ વ્યકિતઓને પુરૂષ પોલીસ દ્વારા તથા મહિલા વ્યકિતઓને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા એક બાદ એક વ્યકિતને પકડીને ચલાવીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ હેડક્વાર્ટર, મોડાસા ખાતે લાવવામાં આવેલ હતા.

ત્યારબાદ, કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ યોજના વિભાગ, મોડાસાની કચેરીનાઓને જમીન ફાળવેલ ઇસમોને ડી.આઇ.એલ.આર.શ્રીની કચેરીની માપણીશીટ મુજબના હદખુંટ બતાવીને સવાલવાળી જમીનનો કબજો સુપરત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક દ્વારા મોડાસા તાલુકાના અમરાપુર ગામના નાગરિકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામા આવી. ઉપરાંત કાયદો કાયદાનું કામ કરશે જ તેવુ જણાવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.