જસદણ તાલુકામાં અંદાજિત રકમ રૂ.18.38 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન - At This Time

જસદણ તાલુકામાં અંદાજિત રકમ રૂ.18.38 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન


જસદણ તાલુકામાં અંદાજિત રકમ રૂ.18.38 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે કરવામા આવ્યું. અંદાજિત રૂ.18.10 કરોડના ખર્ચે ભડલી જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાત મુહૂર્ત અને અંદાજિત રૂ.18 લાખના ખર્ચે આરામ ગૃહના નિર્માણ થનાર રૂમોનું ખાત મુહૂર્ત તેમજ અંદાજિત રૂ.10 લાખના ખર્ચે પુસ્તકાલયના સુધારણા કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.