રાજકોટમાં કલાત્મક ગરબા ડિમાન્ડમાં, સ્ટોન, લાઇટિંગ અને ફરતો ગરબો આકર્ષણનું કેન્દ્ર, 200થી 3500 રૂપિયા સુધી છે કિંમત
માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નવરાત્રિના પર્વમાં ગરબાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે રાજકોટમાં આ વખતે કલાત્મક ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હરીફાઈના આ યુગમાં ગરબાને આકર્ષિત બનાવવા કારીગરો મહેનત કરતા હોય છે. ત્યારે આ વખતે રાજકોટની બજારોમાં સાદા ગરબાની સાથે સાથે લાઇટિંગ વાળા, સ્ટોન વાળા, અમેરિકન ડાયમંડ વાળા અને ખાસ ફરતા ગરબાએ ધૂમ મચાવી દીધી છે. ત્યારે લોકોએ દરેક વસ્તુની જેમ ગરબાનું પણ એડવાન્સ બુકિંગ કરાવી માતાજીની આરાધના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.