*આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” નિમિત્તે “અમૃત કળશયાત્રા”નોં પ્રારંભ - At This Time

*આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” નિમિત્તે “અમૃત કળશયાત્રા”નોં પ્રારંભ


*માટીને નમન, વીરોને વંદન’*
************
*આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” નિમિત્તે “અમૃત કળશયાત્રા”નોં પ્રારંભ*
*************
*હિંમતનગરના મહેતાપુરા ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની ઉપસ્થિતિમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત “અમૃત કળશયાત્રા” યોજાઇ*
************
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” નિમિત્તે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં “અમૃત કળશયાત્રા” હિંમતનગરના મહેતાપુરા ખાતે યોજાઇ હતી.
આ યાત્રામાં ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાએ જણાવ્યુ હતુ કે અગાઉ સૌ દેશ,રાજ્ય તથા જિલ્લાના લોકોએ “મારી માટી- મારો દેશ” થકી પ્રબળ રાષ્ટ્રભાવના વ્યક્ત કરી છે. લોકોમાં ઊઠેલી દેશભક્તિની લહેર અને “મારી માટી- મારો દેશ” થકી મળેલી અભૂતપૂર્વ સફળતા મળતા “અમૃત કળશ યાત્રા”નું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે.આ અમૃત કળશયાત્રામાં સૌ જોડાઇને દેશની એકતા,અખંડીતતામાં સહભાગી બનીયે.
જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતુ કે અમૃત કળશયાત્રા ગ્રામ્ય તેમજ શહેરીજનોની રાષ્ટ્રભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેમજ રાજ્યના તમામ વિસ્તારની માટી દેશના પાટનગર ખાતે ભેગી કરીને સમગ્ર દેશની એકતા કાયમી બની રહે તે માટે રાષ્ટ્રભાવના મજબૂત કરવાનો છે. અમૃત કળશયાત્રા દરમિયાન સમાજના તમામ વર્ગો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે તે માટે જુદા જુદા સ્થળે મહિલા સંમેલન, બક્ષીપંચ સંમેલન, અનુસૂચિત જાતિ સંમેલન, યુવા સંમેલન, અનુસૂચિત જનજાતિ સંમેલન,ખેડૂતો પશુપાલકો સંમેલન તેમજ લઘુમતી સંબેલનનું આયોજન હાથ ધરવામાં આવશે.
અમૃત કળશયાત્રા આગામી 30 તારીખ સુધી યોજાશે. અમૃત કળશયાત્રા ગ્રામ્ય કક્ષાએ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, વોર્ડ કક્ષાએ, તાલુકા પંચાયત, રાજ્યકક્ષાએ તેમજ કેન્દ્ર કક્ષાએ નવી દિલ્હી ખાતે અમૃત કળશયાત્રા પહોંચશે. હિંમતનગરના મહેતાપુરા ખાતે યોજાયેલી અમૃત કળશયાત્રામાં લોકોએ કળશમાં પોતાના વિસ્તારની માટી અને ચોખા મુકી કળશને નમન કર્યા હતા.
આ કળશયાત્રામાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી રાકેશભાઇ પટેલ,નગરપાલિકા કારોબારી સમિતીના ચેરમેનશ્રી, પ્રાંત અધિકારીશ્રી જયંત કિશોર, હિંમતનગર મામલતાદારશ્રી અંકિતભાઇ પટેલ,નગર પાલિકા ચીફ ઓફિસરશ્રી અલ્પેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
***************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.