સાબરકાંઠા જિલ્લામાં-: ગણતરીના કલાકોમા દશ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી તલોદ પોલીસ...... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ગણતરીના કલાકોમા દશ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી તલોદ પોલીસ……


સાબરકાંઠા જિલ્લામાં-:
ગણતરીના કલાકોમા દશ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી તલોદ પોલીસ......
----------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય.જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર પી.પી.વાઘેલા સાહેબનાઓના માગૅદશૅન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુનભાઈ.વી.જોષી તથા સર્વેલન્સ સ્કોડના માણસો આ દીશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ..

આજ રોજ તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ સર્વેલન્સ સ્કોડના માણસો તલોદ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશસિંહ ભીખુસિહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બે ત્રણ ઇસમો લોખંડની ઇંગલો તથા લોખંડની ગડરો વેચાણ કરવા સારૂ તલોદ બજારમા પુછપરછ કરે છે અને સદરી ઈસમો હાલ તલોદ બજારમા નગરપાલીકા આગળ ઉભા હોય જેમાથી એક ઇસમે વાદળી શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે..

જે હકિકત આધારે સદરી જગ્યાએ જઇ ઉપરોક્ત ઇસમોને કોર્ડન કરી પકડી તેઓના વારાફરથી નામઠામ પુછતા પ્રથમ ઇસમે પોતાનુ નામ અજીતસિંહ દિલીપસિંહ પરમાર ઉ.વ.૨૫ રહે.આંત્રોલી દોલજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠા તથા બીજા ઈસમે પોતાનુ નામ યુવરાજસિંહ મનહરસિંહ ઉર્ફે મનુસિંહ પરમાર ઉ.વ.૨૦ રહે.આંત્રોલી દોલજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠા ત્રીજા ઇસમે પોતાનુ નામ વિક્રમસિંહ શામળસિંહ રાઠોડ ઉ.વ.૨૦ રહે.આંત્રોલી દોલજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠાના હોવાનુ જણાવેલ અને સદરી ત્રણેય ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તીપ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોક્ત લોખંડની ઇંગલો તથા લોખંડની ગડરો ગ્રોસપિન કંપનીમાંથી તેના મિત્રો અજીતસિંહ ધનવંતસિંહ પરમાર તથા સંજીવસિંહ ઉર્ફે પીન્ટુ વજેસિંહ રાઠોડ તથા હમીરસિંહ અજમેલસિંહ પરમાર તથા કનકસિંહ બળવંતસિંહ પરમાર તથા રોહિતસિંહ જવાનસિંહ પરમાર તમામ રહે. રહે.આંત્રોલી પુંજાજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠા તથા બિપીનભાઈ રસિકભાઇ ભંગી રહે.આંત્રોલી પુંજાજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠા તથા વિજયસિંહ ઉર્ફે કાળુસિંહ કનકસિંહ ઝાલા રહે.દાદરડા તા.તલોદ જી.સાબરકાંઠાવાળાઓ સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરેલ..

જે તલોદ પોલિસ સ્ટેશન પાર્ટ એ.એફ.આઈ.આર. નંબર.૧૧૨૦૯૦૪૯૨૩૦૬૨૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.૩૭૯,૪૪૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.સદર પકડાયેલ ઇસમોને ચોરીમા ગયેલ લોખંડની ઇંગલો તથા લોખંડની ગડરો બાબતે પુછતા સદર મુદ્દામાલ ઉપરોક્ત ઇસમોના ઘરે તથા ખેતરમા રાખેલ હતો તેવુ જણાવતા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત ઇસમોના ઘરે તથા ખેતરમા જઇ તપાસ કરતા લોખંડની ઇંગલો તથા લોખંડની ગડરો મળી આવેલ છે..

આમ અજીતસિંહ દિલીપસિંહ પરમાર ઉ.વ.૨૫,યુવરાજસિંહ મનહરસિંહ ઉર્ફે મનુસિંહ પરમાર ઉ.વ.૨૦,વિક્રમસિંહ શામળસિંહ રાઠોડ ઉ.વ.૨૦,અજીતસિંહ ધનવંતસિંહ પરમાર ઉ.વ.૨૫,સંજીવસિંહ ઉર્ફે પીન્ટુ વજેસિંહ રાઠોડ ઉ.વ.૨૩,હમીરસિંહ અજમેલસિંહ પરમાર ઉ.વ.૨૦,કનકસિંહ બળવંતસિંહ પરમાર ઉ.વ.૨૭,રોહિતસિંહ જવાનસિંહ પરમાર ઉ.વ.૪૦,બિપીનભાઇ રસિકભાઇ ભંગી ઉ.વ.૨૦,વિજયસિંહ ઉર્ફે કાળુસિંહ કનકસિંહ ઝાલા ઉ.વ.૨૫ આરોપી નંબર.૧ થી ૮ રહે.આંત્રોલી દોલજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠા તથા આરોપી નંબર. ૯ રહે.આંત્રોલી પુંજાજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠા તથા આરોપી નંબર. ૧૦ રહે.દાદરડા તા.તલોદ જી.સાબરકાંઠાવાળાઓએ ચોરી કરેલ હોઇ જે ચોરીમાં ગયેલ લોખંડની ઇંગલો નંગ ૨૮ તથા લોખંડની ગડરો નંગ.૯ કબ્જે કરી આરોપીઓને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે..

આમ,તલોદ પોલીસ સ્ટાફ ઘ્વારા ગણતરીના કલાકોમા ચોરીનો ભેદ ઉકેલી પ્રશંશનીય કામગીરી કરેલ છે.આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ.સદરી આરોપીઓ કંપનીમા નોકરી કરતા હોય છે,નાઇટની નોકરી દરમ્યાન થોડી થોડી ઇંગલો ચોરી કરી કંપનીની આજુબાજુ નાખી દેતા હોય છે,ત્યાર્થી અંધારાનો લાભ લઇ ચોરી કરી લઇ જતા હોય છે.આ પ્રશસંનીય કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ જેમાં અર્જુનભાઈ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયપાલસિહ અર્જુનસિહ,હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ મોહનભાઇ,જીગ્નેશસિંહ ભીખુસિંહ,સ્નેહલકુમાર મનુભાઇ,અભિષેક મહીજીભાઇ,અશોક્કુમાર બાપુભાઇ,વસંતકુમાર વિનોદભાઇ,સરદારભાઇ અમરાભાઇ,સિધ્ધરાજસિહ ચંદુસિહ,ઇન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિહ.

રિપોર્ટર-: આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.