માતાને ગાળો આપવાની ના પાડતાં યુવકને ભાભીએ ફડાકા ઝીંક્યા
મોરબી રોડ પર રહેતા યુવાન કોઠારીયામાં માતાના ઘરે ગયો હતો ત્યારે અહીં જ રહેતા નાનાભાઇ અને તેની પત્નીએ યવાન સાથે ઝઘડો કર્યો હતો. નાના ભાઇની પત્નીએ યુવાનને લાફો મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જયારે નાનાભાઇએ ગાળો આપી હતી.
બનાવની અંગે મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા હિરેન રમેશભાઇ નકુમ(ઉ.વ.39) નામના યુવાન દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયામાં રહેતા સગા નાનાભાઇ અમીત રમેશભાઇ નકુમ(ઉ.વ 28) અને તેની પત્ની સંગીતા અમીત(ઉ.વ 26) ના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પ્રાઇવેટ નોકરી કરે છે. તેમના માતા ધનીબેન (ઉ.વ.63) અને ભાઇ રાજુ માનસિક બીમાર હોય જે કોઠારીયા ગામે રહે છે.
ફરિયાદી યુવક ગઈ તા.1/10 ના રોજ કોઠારીયા ગામે માતાના ઘરે પંખો અને ફ્રીઝ ખરાબ થઇ ગયાં હોય તે બદલવા માટે ગયેલ હતો. બાદમાં ઘરની બહાર નિકળતા નાનો ભાઇ અમીત અને તેની પત્ની સંગીતા આવી હતી. માતા સાથે ઝડઘો કરવા લાગ્યા હતાં જેથી યુવાને ઝઘડો કરવાની ના કહેતા ઉશ્કેરાઇ જઇ સંગીતાએ યુવાનને લાફા મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જયારે અમીતે ગાળો આપી હતી.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે,અગાઉ તેની બીમાર માતા સાથે અમિત અને તેની પત્ની સંગીતા ઝઘડો કરતા હોય જેથી તેમના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હોય તેનો ખાર રાખી તેને મારમાર્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.