ત્રણ ટાઉનશીપમાં વધુ 18 આવાસ સીલ કરાયા - At This Time

ત્રણ ટાઉનશીપમાં વધુ 18 આવાસ સીલ કરાયા


મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટમાં થયેલા દબાણો અને ઘુસણખોરી રોકવા કમિશનર દ્વારા ડિમોલીશન સહિતના આકરા પગલા લેવાઇ રહ્યા છે ત્યારે આવાસ યોજનાઓમાં પણ ભાડુત રહેવાની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી ચાલુ છે.
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત આજે વધુ 18 આવાસો સીલ કરવામાં આવતા કવાર્ટર લાગ્યા બાદ ભાડે આપવાની પ્રવૃતિ કરતા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે.
મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયે છત્રપતિ શિવાજી ટાઉનશીપ-પોપટપરા, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ-પોપટપરા, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ-પોપટપરા ખાતે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા નોટીસ આપવામાં આવી હતી. જે અન્વયે બે દિવસમાં વધુ 18 આવાસ સીલ કરી દેવામાં આવ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.