ઈંડા લારીના સંચાલક યુવાનની હત્યા: છરીના ઘા ઝીંકી મુસ્લિમ યુવાનનું ઢીમ ઢાળી દીધું - At This Time

ઈંડા લારીના સંચાલક યુવાનની હત્યા: છરીના ઘા ઝીંકી મુસ્લિમ યુવાનનું ઢીમ ઢાળી દીધું


રાજકોટના આઝાદ ચોકમાં ઈંડા લારીના સંચાલક યુવાનની હત્યા થઈ છે. છરીના ઘા ઝીંકી મુસ્લિમ યુવાનનું ઢીમ ઢાળી દેવાયું છે. મૃતકનું નામ જુનેદ ઉર્ફે રીંકલ રમઝાનભાઈ કચરા (ઉ.વ.આ. 30) (રહે. નહેરુનગર શેરી નં.3) છે. આરોપીઓમાં અરબાઝ રૂસ્તમ શેખ(રહે. હનુમાન મઢી) અને રિયાઝ સુમરા અને તેની સાથેના અજાણ્યા લોકો છે.
બનાવ પૈસાની લેતી દેતીમાં બન્યાની શકયતા છે. ગાંધીગ્રામ પીઆઈ વસાવા, પીએસઆઇ ડોડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈંડાની લારી ચલાવતા જુનેદ ઉર્ફે રીંકલ અને તેના પિતા બન્ને રેકડીએ હતા ત્યારે આરોપી આવ્યા હતા અને છરીના ઘા ઝીંક્યા હતા. બનાવમાં મૃતકના પિતા રમઝાનભાઈને પણ સામાન્ય ઇજા થઇ છે. મૃતકને બેભાન હાલતમાં રિક્ષામાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.