નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે એક યુવાને રણશિંગું ફૂંક્યું કરોડોના ભ્રષ્ટાચારને સરકારી દસ્તાવેજો સાથે લોકો સમક્ષ દેખાડ્યા
નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે એક યુવાને રણશિંગું ફૂંક્યું
કરોડોના ભ્રષ્ટાચારને સરકારી દસ્તાવેજો સાથે લોકો સમક્ષ દેખાડ્યાવિસાવદર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિસાવદરના એક યુવાને સોશિયલ મીડિયા પર પોતાના વિડીયોમાં અંધાધૂંધ વહીવટનો પર્દાફાશ કર્યો છે.મૌલિક રીબડીયાએ આર. ટી. આઇ. દ્વારા કેટલાક મુદ્દાઓ અંગેની માહિતી માંગી હતી.જેમા માહિતી પરથી તેણે એવો દાવો કર્યો છે કે રોડ રસ્તાઓ બનાવવામાં આવેલ મટીરીયલ્સની ગુણવતા ખૂબ જ હલકી કક્ષાની છે.ગેરન્ટી પિરિયડમાં રસ્તાઓ તૂટી ગયા છે.ટેન્ડરીગ પ્રક્રિયામાં પણ ભારે ગોટાળો હોય એવું દેખાય છે.અને કરોડોના કૌભાંડો ખુલ્લેઆમ આચર્યા હોવાની પ્રબળ સંભાવનાઓ સાથે એમ પણ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે કે રસ્તાઓના બિલોમા મોટી સાઈઝ બતાવી અને પ્રજાના પૈસાની ભારે ગોલમાલ કરેલ છે.નિવૃત થયેલા કમૅચારીઓની સાથે મિલીભગત અને સેટિંગ્સ ગોઠવીને ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર કરેલો છે.દરેક બિલોમા પ્રમુખ અને અધિકારીઓએ સહીઓ કરીને સૌનો સાથ સાથે સૌના વિકાસ સાથે પ્રજાના પૈસાનો વિનાસ કરેલ છે.વિસાવદર નગરપાલિકા એક ભ્રષ્ટાચારનો અડો બની ગયો છે.સાથે સાથે એ પણ જણાવ્યું કે દરરોજ આ પાંચ વષૅ ના લેખાજોખા કરી અને દરેક વોર્ડમાં આચરેલા અને દલાલી કરતા ભ્રષ્ટાચારીઓનો ખેલ પ્રજા સમક્ષ રજુ કરાશે.કેમ કે પ્રજાના પૈસે ઐયાસી કરતા આ દલાલો સાથે કેટલાક ઉચ્ચ કક્ષાના નેતાઓની કૃપા સાથે મદમસ્ત બનતા કાયદાઓને ઘોળી પીનારાઓની કાળી કરતૂતો સામે હવે વ્યૂહાત્મક રીતે લડાઈ કરી અને ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવાની પહેલ કરેલ છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.