અરવલ્લી જિલ્લામાં નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.
જીલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.
અરવલ્લી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા માટે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પરીક્ષા સમિતિ સાથે પરીક્ષા માટે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલિમરી પરીક્ષા માટે 35 બિલ્ડીંગ અને 351 બ્લોક ઉપર પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ સુચારુ રૂપે આ પરીક્ષા યોજાયે તે માટેની તમામ પ્રકારની જરૂરી સૂચનાઓ કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી.
આ બેઠકમાં જીલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક ક્લેકટર શ્રી એન.ડી.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અર્ચના ચૌધરી, તેમજ વીજ વિભાગ, એસ.ટી વિભાગના કર્મચારી, આરોગ્ય વિભાગના કર્મચારી, તેમજ સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.