ધંધુકા રેલ્વે ફાટક ઉપર અધૂરા ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂરું થાય તેવી ચાલકોની માંગ.
ધંધુકા રેલ્વે ફાટક ઉપર અધૂરા ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂરું થાય તેવી ચાલકોની માંગ.
ટ્રાફિકથી ધામધૂમતું ફાટક પહોળું કરવા ચાલકોની માંગ.
ટ્રેન પસાર થતી હોય ત્યારે બંને બાજુઓ લાંબી લાઈનો જોવા મળે છે. અમદાવાદ જિલ્લા ના ધંધુકા શહેર ખાતે આવેલ એક માત્ર રેલ્વે ફાટક ઉપરના અધૂરા ઓવરબ્રિજનું કામકાજ જેમ બને તેમ વહેલી તકે પૂરું થાય તેવી ચાલકોની માંગ ઉઠવા પામી છે.
ધંધુકામાંથી પસાર થતા ભાવનગર અમદાવાદ હાઇવે જોડતો ધંધુકા રેલ્વે ફાટકનો રેલ્વે ઓવરબ્રિજનું કામકાજ અધૂરું બાંધકામ પૂન:ચાલુ થતા જનતામાં હાશકારો જોવા મળ્યો હતો.
ધંધુકાનું રેલવે ફાટક હાઇવે પ્રમાણમાં થોડું પહોળાઈમાં નાનું હોવાથી ટ્રાફિકની મુશ્કેલીઓ પડે છે જેનો વહેલી તકે અંત આવે તેવું જનતાનું માનવું છે. ધંધુકાના આ રેલ્વે ફાટક ઉપરના રેલ્વે ઓવરબ્રિજનું બાંધકામ ઝડપી અને વહેલી તકે પૂરું થાય તેવી જનતાની માંગણીઓ સાંભળવા મળે છે.
રીપોર્ટર સી કે બારડ પતંજલિ સ્ટોર
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.