તમારૂ લાઈટ બિલ બાકી છે મેસેજ કરી સાયબર માફિયાએ રૂ।.5.78 લાખની છેતરપીંડી આચરી
તમારૂ લાઈટબીલ બાકી છે મેસેજ કરી પીજીવીસીએલ કર્મીની ઓળખ આપી સાયબર માફિયાએ વેપારી નરેશભાઈ સાથે રૂ।.5.78 લાખની છેતરપીંડી આચરતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે જીવરાજ પાર્કની બાજુમાં અંબિકા ટાઉનશીપમાં રહેતાં નરેશભાઇ ધિરૂભાઇ વામજા (ઉ.વ.43) એ સાયબર ક્રાઇમમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ કાસ્ટીંગ મેન્યુફેક્ચરીંગનો વેપાર કરે છે.
ગઇ તા.31/08/2023 ના તેમના મોબાઇલ નંબરમાં કોઇ અજાણ્યા મો.નં.+91 9545436377 માંથી ઇલેક્ટ્રીસિટી બિલ ભરેલ નથી તેવો ટેક્સ્ટ મેસેજ આવેલ હતો. મેસેજની નીચે આપેલ મો.નં,96419 77716 મા કોલ કરતા સામાવાળાએ ભક્તીનગર પીજીવીસીએલ ઓફીસમાંથી બોલે છે. તેને મારૂ બિલ તો ભરાઈ ગયેલ છે કેહતા સામાવાળાએ કહેલ કે, તમારૂ બિલ ભરાયેલ નથી અને પ્લેસ્ટોરમાંથી ક્વીક સપોર્ટ તથા એડ્રોપ નામની એપ્લીકેશન ડાઉલોડ કરાવેલ હતી.આરોપીએ તેઓના ફોનનુ એક્સેસ મેળવી લિધેલ તે દરમ્યાન તેમની સાથે વાત ચાલુ હતી.
તેઓના ફોનનુ એક્સેસ મેળવી હતુ તે ચેક કરવા માટે સામા વાળાએ પીજીવીસીએલ સાઇટ ઓપન કરાવી તેમા પ્રથમ રૂ।.10 રૂપીયાનુ ટ્રાંજેક્શન કરાવેલ જેથી મારા ફોનમાં આવતા ઓ.ટી.પી સામેવાળાને જતા રહેલ બાદમાં બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમા પ્રથમ રૂ।.78,282 તથા બીજુ રૂ।.5 લાખનું ટ્રાંજેક્શન થયેલ હતુ. બાદમાં જાણવા મળેલ કે, આરોપીએ ઇલેક્ટ્રીસિટી બિલ ભરવાના બહાને તેની સાથે રૂ।.5.78 લાખની છેતરપિંડી કરેલ હતી. બનાવ અંગે સાયબર ક્રાઇમે અજાણ્યાં શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.