સુરેન્દ્રનગર સૂકા પાક સાથે ખેડૂતોની અર્ધનગ્ન હાલતમાં ખેતીવાડી અધિકારીને રજૂઆત - At This Time

સુરેન્દ્રનગર સૂકા પાક સાથે ખેડૂતોની અર્ધનગ્ન હાલતમાં ખેતીવાડી અધિકારીને રજૂઆત


તા.04/10/2023/
બાવળિયા ઉમેશભાઈ

ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન બની સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ને "મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના" મુજબ રું.25000 તથા "SDRF" યોજનાં અંતર્ગત 20000 કુલ રું. 45000 પ્રતિ હેક્ટર જે 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની માંગણી સાથે રજૂઆત કરી હતી આ તકે મયુરભાઈ સાકરીયા, રમેશભાઈ મેર, દીપક ભાઈ, સહિત સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીની કચેરીએ ખેડૂતો અર્ધનગ્ન થઇ સુત્રોચ્ચાર સાથે ખેતીવાડી અધિકારી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો જેમાં ચુડાના સમઢીયાળા, જૂની મોરવાડ, નવી મોરવાડ, અને કોટડા ગામને કિશાન સહાય ચૂકવવા માગ કરાઇ હતી સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીની કચેરીએ આપના આગેવાન રાજુભાઇ કરપડા સાથે ખડૂતોનો અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો પહોંચ્યા હતા જેમાં સુત્રોચ્ચાર સાથે કચેરી બહાર બેસી જઇ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને ‘મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના’ મુજબ રૂ. 25000 તથા "SDRF' યોજનાં અંતર્ગત 20000 એમ કુલ રૂ. 45000 પ્રતિ હેક્ટર જે 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની માગણી સાથે રજૂઆત કરી હતી આ તકે મયુર ભાઈ, રમેશભાઈ, દીપક ભાઈ, સહિત સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લેખિત રજૂઆત કરી હતી કે ચુડા તાલુકામાં ખૂબ જ વરસાદ થયો હોવાથી અતિવૃષ્ટીના કારણે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે આથી તમામ ખેડૂતોને નુકસાન થયું હતું આથી સમઢિયાળા, જૂની મોરવાડ, નવી મોરવાડ અને કોરડા ગામે મુખ્ય મંત્રી કિશાન સહાય અપાવવા માગ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.