સોનગઢ ખાતે આવેલ ગુરૂકુળના ચોકીદારની થયેલ નિર્મમ હત્યાના વણશોધાયેલ ગુન્હાના આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

સોનગઢ ખાતે આવેલ ગુરૂકુળના ચોકીદારની થયેલ નિર્મમ હત્યાના વણશોધાયેલ ગુન્હાના આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ
સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,
પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર
જિલ્લાના સોનગઢ ખાતે આવેલ ગુરૂકુળના ચોકીદાર રઘુભાઇ અરજણભાઇ ચૌહાણની કરવામાં આવેલ નિર્મમ હત્યાના
આરોપીઓને શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
ગઇ તા.૩૦/૦૯/૨૦૨૩ના રોજ થયેલ હત્યાના પગલે ભાવનગર, પોલીસ અધિક્ષક શ્રીની સુચના મુજબ નાયબ
પોલીસ અધિક્ષક શ્રી,પાલીતાણા વિભાગ,એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા સોનગઢ પોલીસની અલગ-અલગ
ટીમો બનાવી મરણ જનાર રઘુભાઇ ચૌહાણને ભુતકાળમાં કોની-કોની સાથે માથાકુટ કે દુશ્મનાવટ હતી. તે અંગે
તેમજ આજુ-બાજુમાં રહેતાં માણસો પાસેથી આ હત્યામાં સંડોવાયેલ ઇસમોની માહિતી મેળવવા માટે તપાસનો
ધમધમાટ શરૂ કરવામાં આવેલ. આ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
બનાવ બનેલ ત્યારથી દિવસ-રાત તપાસમાં જોડાયેલ રહેલ. તે દરમિયાન આ રઘુભાઇ ચૌહાણની હત્યામાં સોનગઢ
ગુરૂકુળમાં ચાલતાં કામ ઉપર દેખરેખ રાખવા આવતાં-જતાં અને રઘુભાઇને છેલ્લાં બે વર્ષથી ઓળખતાં યુનુસ
ઓસમાણભાઇ શેખ રહે.ગુરૂકુળ, સોનગઢ મુળ-બોરડી તા.ઘારી જી.અમરેલીવાળા સંડોવાયેલ હોવાની ચોક્કસ અને
સચોટ માહિતી મળી આવેલ. જે માહિતી આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની પોલીસ દ્વારા યુનુસ શેખની
તપાસ કરતાં તે જામનગર જિલ્લાના ધ્રોલ ગામેથી હાજર મળી આવતાં તેની પુછપરછ દરમિયાન તેણે તથા
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે મળીને રાતના સમયે ગુરૂકુળ સોનગઢ ખાતે જઇને રઘુભાઇ ચૌહાણની છરી તથા
લોખંડ ઉપર પ્લાસ્ટીક ચડાવેલ ઘોકાથી માર મારી હત્યા નિપજાવેલ હોવાની કબુલાત કરેલ. જેથી આ હત્યાના
ગુન્હામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની પોલીસ દ્વારા તપાસ
કરવામાં આવતાં તે જેતપુર ખાતેથી હાજર મળી આવેલ. જે બંનેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી કરવા
સોનગઢ પોલીસે તજવીજ હાથ ધરેલ છે.
આમ, ભાવનગર,એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છેલ્લાં ચારેક દિવસથી કરેલ અથાગ મહેનતના ફળ સ્વરૂપે
સોનગઢ,ગુરૂકુળ ખાતે ચોકીદાર તરીકે કામ કરતાં રઘુભાઇ ચૌહાણની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવામાં ખુબ જ મહત્વની
સફળતા પ્રાપ્ત થયેલ.આરોપીઓઃ-
1. યુનુસ ઓસમાણભાઇ શેખ ઉ.વ.૨૭ ધંધો-ડ્રાયવીંગ રહે.ગુરૂકુળ, સોનગઢ મુળ-બોરડી તા.ઘારી જી.અમરેલી
2. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ-
1. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૫૨૨૦૨૧૧ આર્મ્સ એકટ કલમઃ-૨૫(૧-બી)(એ), ૨૯ મુજબ
2. ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂનો ગુન્હો
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી
જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, ફાલ્ગુનસિંહ ગોહિલ, નીતિનભાઇ ખટાણા, હરિચંદ્દસિંહ
દિલુભા, પ્રજ્ઞેશભાઇ પંડયા, હરિચંદ્દસિંહ ભીમભા, ભોજુભાઇ બરબસીયા વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.