અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી સોમનાથ જુનાગઢ જેતલસર-લાઠી-ધંધુકા-સાબરમતી વદે ભારત ટ્રેન આપવા માંગ - At This Time

અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી સોમનાથ જુનાગઢ જેતલસર-લાઠી-ધંધુકા-સાબરમતી વદે ભારત ટ્રેન આપવા માંગ


અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી સોમનાથ જુનાગઢ જેતલસર-લાઠી-ધંધુકા-સાબરમતી વદે ભારત ટ્રેન આપવા માંગ
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી સોમનાથ જુનાગઢ જેતલસર-લાઠી-ધંધુકા-સાબરમતી વદે ભારત ટ્રેન આપવા
સોમનાથ મંદિર એ દેશની પવિત્ર ભોળાનાથ સાથે જોડાયેલી મહત્ત્વની ભૂમિ છે. જુનાગઢ ગીર પર્વત એટલે કાઠીયાવાડનું એક પ્રસિધ્ધ યાત્રાધામ છે. તાજેતરમાં સોમનાથ થી સોમવારે વારાણસી ખાતે ગુરૂવારે વારાણસી થી સોમનાથ ખાતે ટ્રેન આપેલ છે. આ મીટરગેજ લાઇન થોડા સમય અગાઉ બ્રોડગેજ માં રૂપાંતર કરી સૌપ્રથમ વર્ગ થી લુણીધાર-ભાવનગર ટ્રેનને લીલીઝંડી આપી શુભ શરૂઆત આપના હસ્તે કરેલ, લાઠી વિસ્તારનાં ધારાસભ્ય તરીકે ખીજડીયા જંક્શન અમરેલી થી નજીક તેજ દિવસે દ્વારા હસ્તે લીલીઝંડી આપી આ ટ્રેનનો શુભારંભ થયેલ, આ બ્રોડગેજ લાઇન ઉપર ટ્રેન વ્યવહાર શરૂ કરાવેલ છે. અગાઉના સમયમાં અમદાવાદ થી સોમનાથ મેલ રોજ ચાલતો હતો. રાજકોટ થી દિલ્હી રાજધાની શરૂ થયેલ છે જામનગરથી વદે ભારત ટ્રેન અમદાવાદ સુધી તાજેતરમાં શરૂ થયેલ છે. હવે માત્ર સૌરાષ્ટ્રમાં સૌમનાથ-જુનાગઢ અમરેલી જિલ્લાને અમદાવાદ તેમજ ગાંધીનગરની રોજેરોજની સારી સગવડતા મળે તે હેતુ થી સોમનાથ ધારાસભ્યશ્રી વિમલભાઇ ચુડાસમાએ પણ વંદે ભારત ટ્રેનની માંગણી કરેલ છે અને આ જિલ્લાનાં બધાજ પક્ષના તમામ આગેવાનો પણ સોમનાથ થી વંદે ભારત ટ્રેન શરૂ થાય અને લાંબા સમયથી ટ્રેન વ્યવસ્થા થી વંચિત અમારા જિલ્લાને પણ લાભ મળે તે હેતુ થી વંદે ભારત ટ્રેન તાત્કાલીક અસરથી આપ શરૂ કરાવશો તેવી પત્રથી વિમલભાઇ ચુડાસમાએ રજુઆત કરેલ છે તેને પણ હું સમર્થન આપી માંગણી કરૂ છું.
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આપ બન્યા ત્યારે મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ પ્રસ્થાપિત કરવા માટે અમરેલીની ભૂમિ ઉપરથી જ આપનું નામ મુખ્યમંત્રી તરીકે શુભચિંતકો દ્વારા શરૂઆત કરી રાજયના મુખ્યમંત્રી તરીકે અને હાલ દેશનાં વડાપ્રધાન તરીકે કામ કરવાની આપને એક મહત્વની તક મળી છે ત્યારે અમરેલી જિલ્લાને વંદે ભારત ટ્રેનનો અને જુના સોમનાથ ટ્રેનનો પણ લાભ આપવામાં આવે તેવી આપને લાગણી સહ વિનંતી સાથે રજુઆત કરી રહ્યો છું તો તુર્ત જ યોગ્ય થવા અને માંગણી સ્વીકારવા વિનંતી છે તેમજ શ્રી દર્શનાબેન જરદોશ, માન.મંત્રીશ્રી, (રેલ્વે) રેલ્વે ભવન, ન્યુ દિલ્હી ને પણ પત્ર પાઠવ્યો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.