મહીસાગર જિલ્લાના કડાણા ખાતે સ્વ-સહાય જુથોને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લામાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથોનું ચેક વિતરણ કાર્યક્રમ કોમ્યુનિટી હોલ મામલતદારશ્રી ની કચેરી ખાતે ખાતે કડાણા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૧૧ સ્વ સહાય જૂથની બહેનોને વિવિધ યોજના અંતર્ગત રૂા.૧૬ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા.
સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી 'રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના'ની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લાના જિલ્લા લાઈવલીહુડ મેનેજરશ્રી, એ-ટીડીઓશ્રી, મનરેગા એપીઓશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, બેંકના મેનેજર શ્રી, પીડીસી બેંકના મેનેજરશ્રી તેમજ NRLM ટીમ તથા મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.