સુઈગામ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોને ડિજિટલ પેમેન્ટ માટે માર્ગદર્શન અપાયું. - At This Time

સુઈગામ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોને ડિજિટલ પેમેન્ટ માટે માર્ગદર્શન અપાયું.


દેશના વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા ની ઝુંબેશને સાર્થક કરવાના ભાગરૂપે સુઈગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર અને સુઈગામ પ્રાંત કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ 33 સસ્તા અનાજના દુકાનદારોને હવે ડિજિટલ પેમેન્ટ થકી ગ્રાહકોનું પેમેન્ટ સ્વીકારવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,દુકાન દારોને (ક્યું આર)QR કોડથી સ્ટીકર સ્ટેન્ડ મૂકી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,મામલતદાર કચેરી ખાતે QR કોડ સ્ટેન્ડ સ્ટીકર માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો,અને આગામી સમયમાં તાલુકાના તમામ ગામોમાં રેશનકાર્ડ ધારકો QR કોડ થકી જ દુકાનદારો ને ઓનલાઇન પેમેન્ટ કરે તેવું મામલતદાર પી.જે.મકવાણા એ આહવાન કર્યું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
mo.૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.