ઘાંચીવાડના રીક્ષાચાલક પર વ્યાજખોર ત્રિપુટીનો અમાનુષી ત્રાસ: ધમકી આપી બેફામ મારમાર્યો - At This Time

ઘાંચીવાડના રીક્ષાચાલક પર વ્યાજખોર ત્રિપુટીનો અમાનુષી ત્રાસ: ધમકી આપી બેફામ મારમાર્યો


ઘાંચીવાડના રીક્ષાચાલક પર વ્યાજખોર ત્રિપુટીએ અમાનુષી ત્રાસ ગુજારી આઠ લાખના ડબલ રૂપિયાની માંગણી કરી ધમકી આપી બેફામ મારમારતાં થોરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જિલ્લા ગાર્ડન પાસે નવા ઘાંચીવાડમાં રહેતાં શૌકતભાઇ હુશેનભાઇ કરગથરા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આબીદ ગુલામહુસેન ચાવડા, મુસ્તાક ઉર્ફે મુસો ચાવડા અને ઈરફાન ચાવડાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઇવીંગ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. તેઓએ પાંચેક વર્ષ પહેલા તેની માતાના ફૈબાના દીકરા આબીદભાઈ ચાવડા પાસેથી મે રીક્ષાનો ધંધો કરવા અલગ અલગ તારીખ અને સમયે રૂ. પાંચ લાખ માસીક 15 ટકા લેખે વ્યાજે લીધેલ હતા. તેને સમયસર વ્યાજ આપતો હતો. બાદ વધુ પૈસાની જરૂર પડતા આબીદના નાના ભાઇ મુસ્તાક ઉર્ફે મુસો પાસેથી રૂ. ત્રણ લાખ માસીક 5 ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બન્ને ભાઇઓને હું વ્યાજ સમયસર આપતો હતો. તેમજ મારે રીક્ષાની લે-વેચના ધંધામા નુકશાની જતા છેલ્લા છએક માસથી આરોપી બન્ને ભાઇઓને વ્યાજ આપવાનુ બંધ કરેલ હતુ. જેથી બન્ને ભાઇઓ અવાર નવાર વ્યાજની ઉઘરાણી કરતા હતા.
ગઈ તા.01/10 /2023 ના રોજ સાંજના આબીદભાઇ ફારૂકી મસ્જીદ દુધસાગર રોડ પાસે મળેલ ત્યારે કહેલ કે, તુ છેલ્લા ઘણા સમયથી વ્યાજ આપતો નથી કહિને ગાળો આપવા લાગેલ હતો અને કહેલ કે, હું તમારું બધુ વ્યાજ ચુકવી આપીશ મને ગાળો ના આપો કહેતા તે ત્યાંથી નીકળી ગયેલા હતા. બાદ ગઈકાલે રાત્રીના હુ ચુનારવાડ ચોક ખાતે બાઇક લઈને આવેલ ત્યારે આબીદ અને મુસ્તાકના મોટા ભાઇ ઇરફાન ચાવડા બાઇક લઈ ઘસી આવેલ અને કહેલ કે, તારે મારા બન્ને ભાઇઓના વ્યાજના પૈસા આપવાના છે કે નહી ? મારા બન્ને ભાઇઓ આબીદ અને મુસ્તાક તેમની બેઠક લાખાજીરાજ નગર મેઇન રોડના ખુણે દુધસાગર રોડ રાજકોટ ખાતે બેઠેલા છે તુ ત્યાં આવ તેમ કહેતા હું ત્યાં ગયેલ હતો. ત્યાં ઇરફાનભાઇ પણ મારી પાછળ આવી ગયેલા અને કહેલ કે, મારે તારી પાસેથી મુળ મુડીને બાકીના વ્યાજ સહીત કુલ રૂ.9.50 લાખ લેવાના છે અને મુસ્તાકએ કહેલ કે, મારે તારી પાસેથી મુળ મુડીને બાકી વ્યાજ સહીત કુલ રૂ.3.90 લાખ લેવાના છે.
તે ક્યારે આપવાના છે કહેતાં તેને કહેલ કે હું તમારા વ્યાજ સહિતના રૂપિયા થોડા દીવસોમા આપી દઇશ તેમ કહેતા આ ઇરફાને મને કહેલ કે તુ મારા બન્ને ભાઇઓના વ્યાજના પૈસા કેમ આપતો નથી કહી તે ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી ત્રણેય શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં આરોપી નાસી છૂટયા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી વ્યાજખોર ત્રિપુટી વિરૂદ્ધ મનીલેન્ડ, મારામારી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.