ગુટખા ન ખવાય તેમ કહેતા ઝઘડો થયો, ધો.9ના વિદ્યાર્થીએ તેના ભાઈને બોલાવી ધો.12ના છાત્રને માર માર્યો - At This Time

ગુટખા ન ખવાય તેમ કહેતા ઝઘડો થયો, ધો.9ના વિદ્યાર્થીએ તેના ભાઈને બોલાવી ધો.12ના છાત્રને માર માર્યો


રાજકોટના મોરબી રોડ પર ઠાકર ચોકમાં આવેલી મુરલીધર સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ડખ્ખો થઈ ગયો હતો. એક વિદ્યાર્થીએ બીજાને કહ્યું કે, ગુટખા ન ખવાય તે બાબતે ઝઘડો થયો હતો. જેમાં ધો.9ના વિદ્યાર્થીએ તેના ભાઈને બોલાવી ધો.12ના છાત્રને માર માર્યો હતો. રવિ પદસારીયાને માથામાં કડુ મારી દેતા ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ, રવિ સામદભાઈ પદસારીયા(ઉ.વ.17) જયજવાન જય કિશાન સોસાયટીમાં રહે છે. તે ધો.12માં અભ્યાસ કરે છે. તેની સ્કૂલમાં ધો.9માં ભણતો કરણ ભરવાડ ગઈકાલે ગુટકા ખાતો હતો જેથી રવીએ તેને ગુટકા ખાતો અટકાવી ગુટકા ન કહેવાય તેવી સલાહ આપી હતી. જેથી કરણ બીજા દિવસે તેના ભાઈ વિવેક ભરવાડને સાથે લઈને ગયો હતો. રવિ સ્કૂલે આવતા કરણ અને વિવેકે અપશબ્દો કહીં ઉશ્કેરાઈ રવિને હાથમાં પહેરેલા કડા વતી માર માર્યો હતો. રવિને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.