રણુજાનગરમાં ફાકી લેવા જવાની ના પાડતાં ગઢવી યુવક પર કાના ટોયટાનો છરીથી હુમલો
રણુંજાનગરમાં ફાકી લેવા જવાનીની ના પાડતાં ગઢવી યુવક પર કાના ટોયટાનો છરીથી હુમલો કરતાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસડાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે કોઠારીયા રોડ પર રણુંજાનગર શેરી નં.3 માં રહેતો મયુર અજયભાઇ લાંબા (ઉ.વ.20) આરોપી તરીકે કાના ઉર્ફે ચકો માયા ટોયટા (રહે. રણુંજાનગર શેરી નં.3, કોઠારીયા રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તે કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે આવેલ ફાકી પોઇંટ નામની દુકાનમાં કામ કરે છે.
ગઇ તા.01 નાં રાત્રીના દશેક વાગ્યે તે દુકાનેથી કામ કરી ચાલીને તેના ઘરે જતો હતો ત્યારે તેમની શેરીમા રહેતો કાના ઉર્ફે ચકો શેરીમા ઉભેલ હોય, તેને કહેલ કે, મારા માટે ફાકી લાવી આપ જેથી મે કહેલ કે હું ઘરે જાવ છું હું ફાકી લેવા માટે નહી જાવ તેમ ના પાડતા આરોપી ગુસ્સે થઇ ગયેલ અને ગાળો દેવા લાગેલ જેમને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. તેમજ નેફામા રાખેલ છરી કાઢી એક ઘા ઝીંકી દિધો હતો. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી અરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.