ભુવાને રૂ।.8 લાખ આપી દીધા બાદ વિધિ કરવા મટન, દારૂ અને કુવાંરી યુવતિ માંગતા ભાંડો ફુટયો
આજે 21મી સદીના ડીજીટલ યુગમાં પણ દોરા-ધાંગાના નામે ગુરૂજી અને ભુવાઓ અંધશ્રધ્ધાના નામે સામાન્ય લોકોના જીવન સાથે છેડછાડ કરી રૂપિયા પડવતા હોય છે.તેવાજ કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. મનહર પ્લોટમાં રહેતા મનિષભાઈ લોટીયા નામના યુવક સાથે ભુવા અરૂણ ઉર્ફે ગુરૂજી નામના શખ્સ આઠ લાખ પડાવ્યાનું સામે પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી.વધુમાં રાજકોટનાં મંગળા મેઈન રોડ પર મનહન પ્લોટમાં રહેતાં મનિષભાઈ જસવંતરાય લોટીયા (ઉ.વ.47)એ એ ડિવિઝન પોલીસ મથકમાં આવેલ
અરજીમાં આરોપી તરીકે અરૂણ સાપરીયા ઉર્ફે ગુરૂજી (રહે.અમીન માર્ગ, ગંગા હોલ પાસે)નું નામ આપી જણાવ્યું હતું કે તેઓ નોકરી તથા કન્સલટીંગ કામ કરી પરીવારનું ગુજરાજ ચલાવે છે.તેઓને પારિવારીક મુશ્કેલી આવતાં સંબંધીઓ મારફતે આરોપીનો સંપર્ક કરેલ હતો.તેઓ આરોપી ગુરૂજીને મળવા ગયેલ ત્યારે તેને જણાવેલ કે.તમારી વિગતો આપો જેથી હું તમારૂ નડતર શોધી વિધી કરી શકે.જે બાદ તેને ફરીયાદીની વિગતો જાણી કહ્યું બે-ચાર દિવસમાં હું તમારૂ નડતર શોધી અમાસ પુનમે વિધિ કરીશ.જે માટે રૂ।.40 હજાર અને એક દારૂની બોટલ તેમજ મરિન માંગેલ હતું જેથી આરોપીને દારૂ, હોન્ડા રૂપિયા અને અન્ય વસ્તુની વ્યવસ્થા કરાવેલ હતી.ત્રણ દિવસ બાદ આરોપીએ તેમને પુછેલ
કે હવે તમને કેવુ લાગે છે પુછતા તેઓએ જણાવેલ કે કામ થતુ નથી પણ ઘણી માનસીક શાંતિ થઈ રહી છે.જે બાદ ફરીયાદીએ કટકે-કટકે સાતથી આઠ લાખ રૂપિયા એકી સાઈડની ઘડીયાલ અને રૂ।.10ની નોટનું બંડલ આપેલ હતું.ત્યારે આરોપીએ જણાવ્યું હતુ કે, સ્મશાને શોધથી કરાવેલ તેનાં મોટા ખર્ચ થયેલ હતો.જે બાદ કટકે કટકે રૂપિયા પડાવ્યા હતા અને તેમની પાસે દારૂ, કુંવારી છોકરી અને મટનની માંગણી કરતા ફરીયાદીને શંકા જતા તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી માનસીક વિકૃત છે અને નિર્દોષ લોકોને ફસાવી મોટી રકમ પડાવી સ્ત્રીઓના ઉપયોગ કરે છે. બનાવ અંગેની અરજી પરથીએ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.