ગાંધી આશ્રમથી રેલી નીકળે તે પહેલાં જ ખેડૂતોની અટકાયત
ગુજરાત રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને મજૂરોના પ્રશ્નોની વાચા આપવા માટે ખેડૂતોએ ગાંધી જયંતિ અને લાલ બહાદૂર શાસ્ત્રી જંયતિ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી સુધી એક યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સવારે 9 કલાકે ગાંધી આશ્રમ એકઠા થઇને થોડે દૂર ચાલ્યા ત્યાં જ પોલીસે તમામ અટકાયત કરી લીધી હતી. જેના પગલે ખેડૂત એસોસિએશને તેમની સમસ્યાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત મોકલી લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.